શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઋતિક-ટાઈગર પર ભારે પડ્યો સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી, ‘સેરા નરસિમ્હા રેડ્ડી’એ વધુ કમાણી કરી
ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની જોડીએ બૉક્સ ઓફિસ પર પ્રથમ દિવસે બોલિવૂડની તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધાં છે. વોર ફિલ્મે પ્રથમ દિવસે જ બંમ્પર ઓપનિંગ કરી બૉલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
નવી દિલ્હી: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘વૉર’ સાથે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સેરા નરસિમ્હા રેડ્ડી’ પણ રીલિઝ થઈ છે. વૉર ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી રેકોર્ડ બનાવ્યો હોય પરંતુ ચિરંજીવીની ફિલ્મ આ બન્ને સ્ટાર પર ભારે પડી છે. તમામ ભાષાઓની કમાણી મામેલ સેરા નરસિમ્હાએ બીજી ઓક્ટોબરે વૉર કરતા પણ વધારે કમાણી કરી છે.
‘વૉર’ હિન્દી સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલિઝ થઈ છે. તમામ ભાષાઓની વાત કરીઓ તે આ ફિલ્મ પ્રથમ દિવસે 53.35 કરોડની કમાણી કરી છે. વૉર ના હિંદી વર્ઝને 51.60 કરોડ અને તમિલ અને તેલુગુ વર્ઝને 1.75 કરોડની કમાણી કરી છે. જ્યારે સેરા નરસિમ્હા રેડ્ડી એ ત્રણેય ભાષામાં કુલ 60.75 કરોડની કમાણી કરી છે. સેરા નરસિમ્હા રેડ્ડી ના હિંદી વર્ઝને પ્રથમ દિવસે 2.60 કરોડની કમાણી કરી છે.
ઉલ્લેખનીય છે કે નરસિમ્હા રેડ્ડીની ફિલ્મ એક તેલુગુ બાયોગ્રાફિકલ એક્શન ડ્રામા છે. જેમાં બ્રિડિશ ઇન્ડિયા વિરુદ્ધ લડનાર યોદ્ધા નરસિમ્હા રેડ્ડીની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નયનતારા, તમન્ના ભાટિયા, રવિ કિશન, વિજય સેતુપતિ અને જગપતિ બાબૂ જેવા અનેક દિગ્ગજ કલાકારો છે. ફિલ્મ ‘વૉર’ ની બૉક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, બૉલિવૂડના તમામ રેકોર્ડ તૂટ્યા#GandhiJayanti Day / Oct 2nd #India BO - Nett BOC:
1. #SyeRaa - ₹ 60.75 Crs 2. #WAR - ₹ 53.35 Crs 3. #JokerMovie - ₹ 5.75 Crs — Ramesh Bala (@rameshlaus) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion