શોધખોળ કરો
આમિર ખાનની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે ડોક્ટર હાથી, ‘તારક મહેતા...’થી મળી લોકપ્રિયતા
1/4

કવિ કુમાર આઝાદ એક્ટરની સાથે સાથે કવિ પણ હતા. તેઓ જ્યારે એક્ટિંગ કરતા નહોતા ત્યારે કવિતાઓ લખતા હતા. ડોક્ટર હાથી ટીવી શોમાં ગોકુલ ધામ સોસાયટીમાં મિલનસારિતાને કારણે લોકપ્રિય હતા. તેઓ બાળકોમાં ખૂબ લોકપ્રિય હતા.
2/4

ડોક્ટર હાથીએ ટીવી સીરિયલ સિવાય બોલિવૂડમાં ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે બોલિવૂડ એક્ટર આમિર ખાનની વર્ષ 2000માં આવેલી ફિલ્મ મેલામાં પણ કામ કર્યું છે. પરંતુ કુમાર આઝાદને વાસ્તવિક ઓળખ ડોક્ટર હાથીની ભૂમિકા બાદ મળી હતી.
3/4

નોંધનીય છે કે કવિ કુમાર આઝાદે‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોની શરૂઆતથી જ ડોક્ટર હાથીની ભૂમિકા નિભાવતા રહ્યા છે. ડોક્ટર હાથીના નિધનના સમાચાર આવતા જ શોનું શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું હતું.
4/4

મુંબઇઃલોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા નિભાવનારા કવિ કુમાર આઝાદનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાર્ટ અટેક આવ્યા બાદ કુમાર આઝાદને મુંબઇની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા .
Published at : 09 Jul 2018 02:19 PM (IST)
View More





















