શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા....’શોને વધુ એક ઝાટકો લાગ્યો, હવે આ એક્ટ્રેસે છોડ્યો શો
મોનિકા છેલ્લાં 6 વર્ષતી શો સાથે જોડાયેલી છે. તેણે તેનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરે શૂટ કર્યો છે.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી લોકોને એન્ટરટેન કરી રહી છે. શો ટીઆરપી લિસ્ટમાં પણ ટોમનું સ્થાન જાળવી રાખ્યું છે. આટલા સમયથી સોમાં અનેક કેરેક્ટર્સની એન્ટ્રી થઈ છે. જ્યારે અનેક સ્ટાર્સ સો છોડીને ચાલ્યા ગયા છે. પહેલા ટપૂની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ શો ચોડ્યો. બાદમાં નિધિ ભાનુશાળી પણ શો છોડીને ચાલી ગઈ. જ્યારે દિશા વાકાણી પણ છેલ્લા બે વર્ષથી સોમાંથી ગાયબ છે. હવે શોને વધુ એક ઝાટકો લાગ્યો છે.
શોમાં બાવરીની ભૂમિકા ભજવી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ પણ શો છોડી દીધો છે. સ્પોટબોયના અહેવાલ અનુસાર, મોનિકા તેને મળતી ફીથી ખુશ ન હતી. મોનિકાએ મેકર્સ પાસે ફીમાં વધારાની માગ કરી હતી પરંતુ લાંબી વાતચીત બાદ કોઈ સમાધાન ન થતા અંતે મોનિકાએ શો છોડી દીધો છે. શો છોડ્યાની વાતની મોનિકાએ પણ પુષ્ટિ કરી છે.
મોનિકાએ કહ્યું કે, શો અને કેરેક્ટર ચોક્કસથી તેના દિલની બહુ નજીક છે. હું સારી ફીની શોધમાં હતી, પરંતુ તેઓ આ વાત સાથે સહમત ન હતા. મને શોમાં પાછા ફરવામાં પણ કોઈ વાંધો નથી, પરંતુ જો તે મારી ફી વધારે તો જ એ શક્ય છે. પરંતુ મને લાગતું નથી કે આવું થશે અને હવે હું આ શોનો ભાગ નથી.
નોંધનીય છે કે, મોનિકા છેલ્લાં 6 વર્ષતી શો સાથે જોડાયેલી છે. તેણે તેનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરે શૂટ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, મોનિકાએ આ શોથી જ ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement