શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા....’ને મળી ગઈ નવી ‘દયાબેન’, દિશા વાકાણીની રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ!
વિભૂતિ શર્મા બડે અચ્છે લગતે હૈ, હમને લી હૈ શપથ જેવા શોનો ભાગ બની ચૂકી છે.
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની રાહ જોઈ રહેલ ફેન્સ માટે નવા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે, નવી એક્ટ્રેસ વિભૂતિ શર્મા આ ટીવી શોમાં દયાબેનની ભૂમિકા ભજવી શકે છે. વિભૂતિ શર્મા બડે અચ્છે લગતે હૈ અને હમને લીહૈ શપથ જેવા ટીવી શોમાં ભૂમિકા ભજવી ચૂકી છે. એટલે કે જૂના દયાબેન દિશા વાકાણીની વાપસીની સંભાવના લગભગ ખત્મ થઈ ગઈ છે.
સેટ સાથે જોડાયેલ નજીકના સૂત્રોએ સ્પોટબૉય.કોમને આપેલા અહેવાલ અનુસાર એક્ટ્રેસ વિભૂતી શર્મા દયાબેનના પાત્ર માટે દિશા વાકાણીને રિપ્લેસ કરશે. તે પોતાનું મોક શૂટ કરી રહી છે. તે દયા બેનના લૂકમાં દિશા જેવી જ લાગે છે. ઑડિશન દરમિયાન અત્યાર સુધી જે કોઈનામાં નથી જોવા મળ્યું તે આ એક્ટ્રેસમાં જોવા મળ્યું છે.
વિભૂતિ શર્મા બડે અચ્છે લગતે હૈ, હમને લી હૈ શપથ જેવા શોનો ભાગ બની ચૂકી છે. તેણે અત્યાર સુધી શો સાઈન નથી કર્યો. મોદી દયાબેનના પાત્ર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરવા માંગતા. દયાબેનનું પાત્ર ઘરેઘરે પ્રસિદ્ધ છે. આ વાતનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે કે વિભૂતિ દયાબેનના પાત્ર માટે યોગ્ય ચોઈસ બની રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement