શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તારક મહેતાની આ જાણીતી એક્ટ્રેસને થયો કોરોના, જેઠાલાલે કરી પ્રાર્થના
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠા લાલથી લઇને અનેક લોકોએ તેના જલ્દી ઠીક થવાની કામના કરી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે અનલોકમાં એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. શોના ત્રણ પાત્રોએ અલવિદા કર્યા બાદ હવે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. તારક મહેતા સીરિયલ સાથે જોડાયેલી રીટા રિપોર્ટર ઉર્ફ પ્રિયા આહૂજા રાજદાને કોરોના થયો છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયાએ પોતે આ વાતની જાણકારી આપી છે. તેણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. તે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠા લાલથી લઇને અનેક લોકોએ તેના જલ્દી ઠીક થવાની કામના કરી છે.
પ્રિયા અહૂજા રાજદાની આ પોસ્ટ પછી શોના લીડ કેરેક્ટર જેઠા લાલ એટલે કે દિલીપ જોશીએ લખ્યું કે તમે જલ્દી ઠીક થાવ તેના માટે હું પ્રાર્થના કરીશ. ધ્યાન રાખજો. અને જલ્દી ઠીક થઇ જાવ. આ ઉપરાંત સમય શાહ, ઝીલ મહેતા પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
પ્રિયા આહૂજા રાજદાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની એક તસવીર પોસ્ટ કરીને એક લાંબી નોટ શેર કરી છે. આ નોટમાં તેણે લખ્યું છે કે આ મારું કર્તવ્ય છે કે હું તમને બધાને સૂચિત કરું કે મારા કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં વાયરસના કોઇ લક્ષણ નથી. જે તમામ લોકો મારા સંપર્કમાં ગત 2-3 દિવસોમાં આવ્યા હોય તે તમામ પ્લીઝ પોતાની તપાસ કરાવો. હું હજી સુધી ઘરે જ હતી. શૂટિંગ પણ નહતી કરતી તેમ છતાં મને કોરોના થયો છે. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલો. આ વાતને બિલકુલ હળવાશમાં ન લો. પ્લીઝ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion