'તારક મહેતા કા......' શૉના આ સ્ટાર્સ આજે પણ છે કુંવારા નથી કર્યા લગ્ન, જાણો આ લિસ્ટમાં કોણ-કોણ છે સામેલ
શૉમાં સૌથી ફેવરીટ બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા રિયલ લાઇફમાં સિંગલ છે. મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. શૉમાં બબીતા અય્યર કૃષ્ણન અય્યરની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે.
નવી દિલ્હીઃ જાણીતી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાય વર્ષથી દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કરી રહી છે. આ શૉ દરેક ઉંમરના લાકોનો મનગમતો શૉ બની ગયો છે. આ શૉ સાથે જાડાયેલા દરેક પાત્રની રિયલ લાઇફ સાથે જોડાયેલી દરેક વસ્તુને ફેન્સ જાણવા મથે છે. આ શૉમાં કેટલાક કલાકારો કપલમાં દેખાય છે તો કેટલાક સિંગલ દેખાઇ રહ્યાં છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ આ શૉમાં કામ કરનારા કેટલાક એક્ટર હજુ સુધી સિંગલ છે. જાણો તેમના વિશે.........
શૉમાં સૌથી ફેવરીટ બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા રિયલ લાઇફમાં સિંગલ છે. મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. શૉમાં બબીતા અય્યર કૃષ્ણન અય્યરની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ તમને ખબર છે તનુજ મહાશબ્દે એટલે કે કૃષ્ણન અય્યર રિયલ લાઇફમાં હજુ પણ કુંવારો છે. તેને હજુ સુધી લગ્ન નથી કર્યા. તે શૉમાં બબીતાના પતિ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યો છે.
શૉમાં સરદાર રોશન સિંહ સોઢીની ભૂમિકા નિભાવનારા અભિનેતા ગુરુચરણ સિંહ રિયલ લાઇફમાં કુંવારો છે. શૉમાં તે પોતાની વાઇફની દરેક વાત માનતો દેખાઇ રહ્યો છે. શૉમાં તેની ભૂમિકા લોકોને ચહેરા પર મુસ્કાન લાવવાનુ કામ કરે છે. ગુરુચરણે વર્ષ 2013માં પર્સનલ કારણોસર શૉને અલવિદા કહી દીધુ હતુ.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરણિત અંજલીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ નેહા મહેતા રિયલ લાઇફમાં સિંગલ છે. મુનમુનદત્તાની જેમ નેહા પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં બાવરીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મોનિકા ભદોરિયા રિયલ લાઇફમાં સિંગલ છે. તે શૉમાં જ્યારે પણ દેખાય છે લોકોના ચહેરા પર મુસ્કાન લાવી દે છે.