શોધખોળ કરો
તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'એ છ દિવસમાં કરી આટલા કરોડની કમાણી ? જાણો
અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડએ બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસે શાનદાર કમાણી કરી છે.

મુંબઈ: અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડએ બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસે શાનદાર કમાણી કરી છે. તાપસી પન્નુ સ્ટારર ઓછા બજેટની આ ફિલ્મે બુધવારે 2 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. ફિલ્મે વીકેંડ પર શાનદાર કમાણી કર્યા બાદ બોક્સ ઓફિસ પર સારી ચાલી રહી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ, થપ્પડએ છઠ્ઠા દિવસે 2.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રથમ સપ્તાહમાં હવે એક દિવસ છે. પ્રથમ સપ્તાહની
ફિલ્મની કમાણી 23 કરોડ રૂપિયાની આસપાસ રહેશે.
તાપસી પન્નુની ફિલ્મ થપ્પડએ પ્રથમ દિવસે 3.07 કરોડ, બીજા દિવસે 5.05 કરોડ,ત્રીજા દિવસે 6.54 કરોડ,ચોથા દિવસે 2.26 કરોડ, પાંચમા દિવસે 2.21 કરોડ અને છઠ્ઠા દિવસે 2.01 કરોડની કમાણી કરી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 21.14 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મને ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ મળ્યા અને સોશિયલ મીડિયામાં પણ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
થપ્પડ ફિલ્મું બજેટ 22 કરોડ છે. આ ફિલ્મને ભારતમાં 2300 કરતા વધારે અને ઓવરસીઝમાં 400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
શિક્ષણ
Advertisement
