શોધખોળ કરો
Advertisement
બિગ બોસ-13: સિદ્ધાર્થ સુઈ રહ્યો હતો ત્યારે અંધારામાં શહનાઝ સિદ્ધાર્થીનો હાથ પકડીને કીસ કરવા જવા જતી હતી પણ..........
કે, હું સિદ્ધાર્થને કિસ કરીને આવું છું. હું એને માત્ર કિસ કરીને ભાગી જઈશ. ત્યાર બાદ જે થશે એ ખૂબ જ મનોરંજક હશે. રાતના અંધારામાં શાહનાઝ અવાજ કર્યાં વગર સિદ્ધાર્થના પલંગ પર ગઈ હતી.
મુંબઈ: ‘બિગ બોસ-13’ ચાલુ થયું છે ત્યારેથી કંઈક ને કંઈક નવા કાંડ જોવા મળી રહ્યા છે. હાલમાં ચાહકો સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની રિલેશનશીપની મજા લઈ રહ્યા હતા. પરંતુ આ અઠવાડિયે તેમની મિત્રતામાં થોડુ ભંગાણ જોવા મળ્યું હતું.
સિદ્ધાર્થ શુક્લાથી શહનાઝ નારાજ છે. આ સાથે જ સિદ્ધાર્થને લાગે છે કે, શહનાઝ બદલાઈ ગઈ છે. પરંતુ બંને હજી પણ એક બીજા માટે જેમ તેમ બોલતા પહેલા વિચાર કરે છે. જોકે બુધવારના એપિસોડમાં બિગ બોસએ શહનાઝ ગિલને સમજાવ્યું હતું કે, સિદ્ધાર્થ હંમેશાં તેનો સાથ આપે છે. ત્યાર બાદ શહનાઝ ગિલનો ગુસ્સો પણ ઘટી ગયો છે.
ત્યાર બાદ આરતી સિંહ અને શેફાલી જરીવાલાએ શહનાઝને સમજાવ્યું હતું કે, તેણે સિદ્ધાર્થ સાથે વાત કરવી જોઈએ. રાતે આરતી સિંહે ફરી શહનાઝને કહ્યું હતું કે, તું સિદ્ધાર્થ સાથે પેચ અપ કરી લે. આમ પણ તેમની તબિયત સારી નથી. તે તારી વાતોથી દુખી છે. તે તને ખૂબ જ પ્રેમ કરે છે અને તારા માટે સારો પણ છે.
ત્યારે શહનાઝ ગિલે કહ્યું હતું કે, હું સિદ્ધાર્થને કિસ કરીને આવું છું. હું એને માત્ર કિસ કરીને ભાગી જઈશ. ત્યાર બાદ જે થશે એ ખૂબ જ મનોરંજક હશે. રાતના અંધારામાં શાહનાઝ અવાજ કર્યાં વગર સિદ્ધાર્થના પલંગ પર ગઈ હતી. ત્યારે સિદ્ધાર્થ સૂઈ રહ્યો હતો. શહનાઝ સિદ્ધાર્થના હાથ પર હાથ રાખે છે. ત્યારે જ સિદ્ધાર્થ ચોંકી જાય છે અને ઉંઘમાંથી ઉઠી જાય છે.
સિદ્ધાર્થને આંચકો લાગ્યો હતો અને આરતી હસવા લાગી હતી. સિદ્ધાર્થના અવાજના લીધે ઘરમાં સૂઈ રહેલા બાકીના તમામ લોકો પણ જાગી જાય છે. ત્યારે તે ગભરાઈને શાહનાઝને પૂછે છે તું શું કરી રહી છે? તું ઠીક તો છે ને? શું શહનાઝે કરેલી આ પહેલ તેના અને સિદ્ધાર્થ વચ્ચેના મતભેદો સમાપ્ત કરશે? તે કહેવું મુશ્કેલ છે.
આ અગાઉ શહનાઝ ગિલ રૂમમાં કહેતી હતી કે, તે આ અઠવાડિયામાં કેમ પરેશાન છે. જ્યારથી હિમાંશી ખુરાના ઘરમાં આવી ત્યારથી તે સિદ્ધાર્થ સાથે વાતચીત કરી રહી છે. આ જ વાત શહનાઝને બિલકુલ પસંદ આવી નહતી. શહનાઝ બોલી, સિદ્ધાર્થ મારો મિત્ર છે તેણે મારી સાથે છેતરપિંડી કરી.View this post on InstagramAmaaaa look at sana expressions 💋😍😂🤤 #biggboss13 #shehnaazgill
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement