Bollywood : આ ટીવી અભિનેત્રીના ઘરે ગુંજી કિલકારી, દિકરાને આપ્યો જન્મ
આખરે 10 મેના રોજ ખુશીની એ ક્ષણ આવી ગઈ હતી જેના માટે સૌકોઈ આતુર હતા. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માતા બનવાની માહિતી આપી છે.
Gauahar Khan Blessed with Baby Boy: નાના પડદાથી મોટા પડદા સુધી પોતાની અભિનયની છાપ છોડનારી અભિનેત્રી ગૌહર ખાન માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. ગૌહરે 10 મેના રોજ બુધવારે બેબી બોયને જન્મ આપ્યો છે, જેની જાહેરાત ગૌહર ખાને આજે સોશિયલ મીડિયા પર કરી છે.
અભિનેત્રી ગૌહર ખાન માતા બની
બિગ બોસ વિનર ગૌહર ખાનનું નામ પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમની ફેવરિટ અભિનેત્રીનું ઘર ગુંજશે. આખરે 10 મેના રોજ ખુશીની એ ક્ષણ આવી ગઈ હતી જેના માટે સૌકોઈ આતુર હતા. ગૌહર ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માતા બનવાની માહિતી આપી છે.
ખાસ નોંધ લખીને ગૌહર ખાને કહ્યું હતું કે, આ બેબી બોય છે. ખરા અર્થમાં 10 મે, 2023ના રોજ અમને સાચી ખુશીનો અહેસાસ થયો છે. અમારો ધન્ય દિકરો સૌના પ્રેમ અને પ્રાર્થના માટે દરેકનો આભાર માને છે. ઝૈદ અને ગૌહર નવા માતા-પિતા બનવાથી ખુશ ખુશાલ છે. આમ ગૌહર ખાને સોશિયલ મીડિયા પર માતા બનવા અંગેની પોતાની લાગણીઓને ઉજાગર કરી છે.
View this post on Instagram
ફેન્સ ગૌહર પર અભિનંદનની વર્ષા
ગૌહર ખાને તરત જ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તે એક સંતાનની માતા બની છે. તેમના પ્રિયજનો તરફથી અભિનંદનનો પ્રવાહ આવી રહ્યો છે. ગૌહરની ઈન્સ્ટા પોસ્ટ પર ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. આ સાથે ચાહકો પણ અભિનેત્રી ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારને માતા-પિતા બન્યા બાદ જીવનની નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગૌહર અને ઝૈદે વર્ષ 2020માં એકબીજાના થયા હતાં.
ભરપેટ ખાઇ છે મીઠાઇ છતાં પણ ગૌહર ખાન રહે છે ફિટ, એકટ્રેસનો આ છે ફિટનેસ મંત્ર
ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ. મશહૂર એક્ટ્રેસ ગૌહરખાન હાલ તેના પતિ જૈદ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ ગોહરખાન ફિલ્મોમાં ખાસ કમાલ ન દેખાડી શકી પરંતુ તે તેના લુક્સ અને અનોખા અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગૌહર ખાનની બેસ્ટ ફિટનેસ માટે પણ ખૂબ પ્રશંસા થાય છે. દરેક લોકો જાણવા ઇચ્છે છે કે તેના સ્લિમ એન્ડ ફિટ ફિગરનું રાજ શું છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, તે સ્વીટ ખાવાની શોખીન છે. તે સ્વીટ ખાવાના મન પર કાબૂ નથી રાખી શકતી. તેમ છતાં પણ તેની ફિટનેસને જોઇને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.