કોરોનાના કારણે કંગાળ થઇ આ હૉટ એક્ટ્રેસ, દુઃખ સાથે બોલી- એક વરસથી નથી મળી રહ્યું કોઇ કામ
છેલ્લા કેટલાય સમયથી ટીવી સીરિયલોનુ શૂટિંગ ઠપ છે. આ વાતને લઇને એક્ટ્રેસ નિયા શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
Nia Sharma Pandemic Experience: ટીવી એક્ટ્રેસ નિયા શર્માનુ નામા પડદા પર સૌથી વધુ જાણીતુ છે. સોશ્યલ મીડિયા પર પણ એક્ટ્રેસ અવાર નવાર પોતાના સિઝલિંગ ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. પોતાના લૂક્સને કારણે એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, હવે એક્ટ્રેસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો તેને દુઃખ સાથે કહ્યું કે તેની પાસે હાલમાં કોઇ કામ નથી. કોરોનાના કારણે તે બેરોજગાર થઇ ગઇ છે.
ખાસ વાત છે કે છેલ્લા બે વર્ષથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર કોરોનાની જબરદસ્ત આડઅસર થઇ છે. કેટલાય મોટો મોટા સ્ટાર્સ પણ બેરોજગાર થઇ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ટીવી સીરિયલોનુ શૂટિંગ ઠપ છે. આ વાતને લઇને એક્ટ્રેસ નિયા શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેનો પોતાનો લૉકડાઉનનો એક્સપીરિયન્સ શેર કર્યો, તેને કહ્યું તેની પાસે છેલ્લા એક વરસથી કોઇ કામ નથી. જોકે, તેને કહ્યું કે મારી પાસે હાલ કોઇ કામ નથી પણ તેનાથી હુ પરેશાન પણ નથી. તેને તાજેતરમાં જ નવુ ઘર પણ ખરીદ્યુ છે.
એક્ટ્રેસે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હુ કોઇને ફરિયાદ નથી કરી રહી, હું ઘરે જ બેઠી છુ, મે ગયા વર્ષે કંઇ જ નથી કર્યુ, પરંતુ અભિનેતા તરીકે અમને સમય સમય પર રોજગાર મળે છે. ઘણીવાર અમારી પાસે ખુબ કામ હોય છે, તો ઘણીવાર કામ કંઇ જ નથી હોતુ.
View this post on Instagram
નિયા શર્માનું તાજેતરમાં એક ગીત ફૂંક લે રિલિઝ થયું છે. આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં નિયા શર્મા નંબર વન પર આવે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની પણ મજબૂત ફેન ફોલોઈંગ છે.
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ