ટીવીની સંસ્કારી પુત્રવધૂ 'સઇ'એ શેર કર્યો સિઝલિંગ ફોટોશૂટનો વીડિયો, મોડર્ન અવતાર જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા
ટીવીની જાણીતી એક્ટ્રેસ આયેશા સિંહ સ્ટાર પ્લસના સુપરહિટ શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' (Ghum Hai Kisikey Pyaar Meiin)'માં સિમ્પલ અને માસૂમ દેખાતી સઈની ભૂમિકા ભજવી રહી છે

Ayesha Singh Bold Photoshoot: ટીવીની જાણીતી એક્ટ્રેસ આયેશા સિંહ સ્ટાર પ્લસના સુપરહિટ શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' (Ghum Hai Kisikey Pyaar Meiin)'માં સિમ્પલ અને માસૂમ દેખાતી સઈની ભૂમિકા ભજવી રહી છે. નાના પડદા પર સંસ્કારી અવતારમાં જોવા મળતી આયેશા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. તેણે હાલમાં જ તેના સેક્સી ફોટોઝથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. હવે આયેશાએ પોતાના બોલ્ડ ફોટોશૂટની આખી જર્ની એક વીડિયોમાં શેર કરી છે.
View this post on Instagram
આયેશા સિંહના આ વીડિયોમાં તે ખૂબ જ આધુનિક અને ફેશનેબલ લુકમાં જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા સઈએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટામાં સઈ ખૂબ જ સેક્સી લાગી રહી હતી. હવે અભિનેત્રીએ તેના બોલ્ડ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. આમાં તે ફોટોશૂટ પહેલા મેકઅપ રૂમમાં તૈયાર થતી જોવા મળે છે. આ વીડિયો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સઈનો આ અવતાર લોકોને પસંદ આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા આયેશા સિંહે કેપ્શનમાં લખ્યું - 'કારણ કે હું આ ગીતના પ્રેમમાં પડી ગઈ છું. વાસ્તવમાં વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'બ્રહ્માસ્ત્ર'નું ગીત 'કેસરિયા' વાગી રહ્યું છે.
સઈ ઉર્ફ આયેશા સિંહ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. દરરોજ તે પોતાની રૂટિન તસવીરો શેર કરે છે. હાલમાં જ સઈએ મુંબઈમાં દરિયા કિનારે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે વરસાદની મજા માણી રહી હતી.




















