શોધખોળ કરો
Gmail સર્વર ડાઉનઃ ઇમેઇલ મોકલવા અને ફાઇલ એટેચમેન્ટમાં આવી રહ્યો છે પ્રૉબ્લમ, ભારતમાં 36.5 કરોડ યૂઝર
ગુરુવાર સવારે જ યૂઝર્સને જીમેઇલથી ઇમેઇલ કરવા અને ફાઇલ અટેચમેન્ટમાં પ્રૉબ્લમ આવી રહ્યો છે. આ ઉપરાંત પણ જીમેઇલ સાથે જોડાયેલી બીજી કેટલાય પ્રૉબ્લમ્સ દેખાયા છે. લોકો આને લઇને સોશ્યલ મીડિયામાં ફરિયાદો કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારતમાં ગૂગલ અને જીમેઇલનું સર્વર ડાઉન થઇ ગયુ છે. ગુરુવાર સવારે જ યૂઝર્સને જીમેઇલથી ઇમેઇલ કરવા અને ફાઇલ અટેચમેન્ટમાં પ્રૉબ્લમ આવી રહ્યો છે. આ ઉપરાંત પણ જીમેઇલ સાથે જોડાયેલી બીજી કેટલાય પ્રૉબ્લમ્સ દેખાયા છે. લોકો આને લઇને સોશ્યલ મીડિયામાં ફરિયાદો કરી રહ્યાં છે.
ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. બાદમાં ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. અલબત્ત, સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી.
ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
વધુ વાંચો
Advertisement





















