હૉટલમાં સેક્સ રેકેટ ચલાવતી ટીવી અભિનેત્રી ઝડપાઇ, પોલીસે આખા રેકેટનો કઇ રીતે કર્યો પર્દાફાશ, જાણો વિગતે
આ સેક્સ રેકેટમાં મુંબઈની એક ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાની ધરપકડ કરાઇ છે, એટલુ જ નહીં આ મામલામાં હૈદ્રાબાદથી એક દલાલને પણ પકડી પાડવામાં આવ્યો છે.
Sex Racket Busted in Goa: પણજીઃ ગોવામાં ફરી એકવાર સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, આ વખતે ગોવા પોલીસે એક મોટા સેક્સ રેકોર્ડનો ભાંડાફોડ કરતાં ટીવી એક્ટ્રેસ સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. ગોવા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે પણજીના સાંગોલ્ડા ગામમાં ચાલી રહેલ એક સેક્સ રેકેડમાં સંડોવાયેલા લોકોને રંગેહાથે ઝડપી પાડ્યા છે.
આ સેક્સ રેકેટમાં મુંબઈની એક ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાની ધરપકડ કરાઇ છે, એટલુ જ નહીં આ મામલામાં હૈદ્રાબાદથી એક દલાલને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં લોકો અનેકતર્ક વિતર્ક કરવા લાગ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આ ટીવી અભિનેત્રી અને એક મહિલા મુંબઈ પાસેના વિરાર ભાગમાં રહે છે. જ્યારે ત્રીજી મહિલા હૈદ્રાબાદની છે. ગોવાની ક્રાઇમ બ્રાન્ચને આ રેકેડ બાતમી મળતાં જ રેડ કરવામાં આવી હતી, ગુપ્ત માહિતીને આધારે એક બનાવટી ગ્રાહકને સાંગોલ્ડામાં આવેલ એક હોટલમાં મોકલ્યો હતો. અહીં હૈદ્રાબાદની એક અભિનેત્રી એક વ્યક્તિ સાથે ૫૦ હજાર રૃપિયામાં સોદો નક્કી થયો હતો. ત્યારબાદ દલાલ જેવી મહિલાને સામે લાવ્યો કે તરત પોલીસે દરોડા પાડીને તમામ લોકોની ધરપકડ કરી હતી.
આ પ્રકરણે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમણે આ રેકેટ ચલાવતા બિલાલ (૨૬) નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. બિલાલ આ રેકેટ ચલાવતો હતો. ટીવી અભિનેત્રી સહિત પકડાયેલ અન્ય મહિલાઓને ગ્રાહક સામે હાજર કરતો હતો. આ કાર્યવાહી પોલીસે ૧૭ માર્ચના કરી હતી. આ પ્રકરણે પકડાયેલ ત્રણેય મહિલાની ઉંમર ૩૦થી ૩૭ વર્ષ વચ્ચે છે. આ પ્રકરણે પોલીસ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
આ પણ વાંચો...........
શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા
Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ