શોધખોળ કરો
રામાયણ-મહાભારત બાદ દુરદર્શન પર વર્ષો પછી બીજા એક કૉમેડી શૉની વાપસી
90ના દાયકાની પ્રસિદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત, શક્તિમાનની સાથે સાથે હવે દૂરદર્શન પર કૉમેડી શૉ દેખ ભાઇને પણ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે

નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉનના કારણે દૂરદર્શન પર 90ના દાયકાની સૌથી લોકપ્રિય સીરિયલોની ફરીથી વાપસી થઇ રહી છે, હવે આ લિસ્ટમાં આઇકૉનિક શો દેખ ભાઇ દેખની પણ વાપસી થઇ રહી છે. 90ના દાયકાની પ્રસિદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત, શક્તિમાનની સાથે સાથે હવે દૂરદર્શન પર કૉમેડી શૉ દેખ ભાઇને પણ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ શૉને ફરીથી રિપીટ કરવામાં આવશે. દૂરદર્શન નેશનલ ટ્વીટ કરીને ફેન્સ ગિફ્ટ આપી છે. આઇકૉનિક કૉમિક શૉ દેખ ભાઇ દેખમાં દિવાન ફેમિલીની ત્રણ પેઢીઓની વચ્ચે સુંદર બૉન્ડિંગ બતાવવામાં આવ્યુ હતુ. આ શૉનુ રિપીટ ટેલિકાસ્ટ દરદર્શન પર સાંજે 6 વાગે કરવામાં આવશે. ખાસ વાત છે કે પહેલી એપ્રિલથી આ શૉ શરૂ થઇ ગયો છે. સૌથી પહેલા 1993માં આ શૉને ડીડી મેટ્રૉ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો





















