શોધખોળ કરો
Advertisement
KBCમાં 12 લાખ 50 હજાર જીતનાર રવિને આ વાતનો છે રંજ, અમિતાભ બચ્ચનને જણાવી દર્દભરી કહાણી
કેબીસી-12માં 12 લાખ 50 હજાર જીતનાર રવિ આ રકમથી ખુશ છે પરંતુ તેમને એક રંજ છે. તેમણે આ દર્દભરી કહાણી અમિતાભ બચ્ચનને શો દરમિયાન સંભળાવી હતી
ટેલિવૂડ:કેબીસી-12નો લેટેસ્ટ કરમવીર સ્પેશ્યિલ એપિસોડ ખૂબ ખાસ રહ્યો. આ એપિસોડમાં કર્ણાટકના ઉડ્ડપીના રહેનાર રવિ કટપાડિ 12 લાખ 50 હજારની રકમ જીતી ચૂક્યાં છે. રવિ ગુજરાતની કન્ટેસ્ટન્ટ પબિબેન રબારી સાથે આવ્યા હતા. રવિએ શો દરમિયાન જણાવ્યું હતું કે, જીતેલી રકમનો ઉપયોગ ગરીબ બાળકોની મદદ કરવા માટે કરશે.
રવિ કેન્દ્ર શ્રમિક તરીકે કામ કરે છે. તેમણે પબિબેન સાથે ગેઇમ રમવા માટે ખુશી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરની એન્ટ્રીથી તે વધુ ખુશ થઇ ગયા હતા. રવિએ શોના અંતે બિગ બીને એક ગણેશની મૂર્તિ અર્પણ કરી હતી. ગેઇમ દરમિયાન રવિએ જણાવ્યું કે, “મને ખબર નથી કે હિન્દી કે ઇગ્લિશ કેવી રીતે બોલાય છે, “મને ડર હતો કે, હું કોઇ સવાલને સમજી નહીં શકું તો”
ક્રાઉડ ફંડ કરે છે એકઠું
રવિએ જણાવ્યું હતું કે, મિત્રો અને પરિવારના કહેવાથી તે મુંબઇ આવ્યો, મુંબઇ આવતા પહેલા મેકર્સની ટીમે કટપાડીમાં રવિનો એક વીડિયો બનાવ્યો હતો. રવિ બાળકોના મનોરંજન માટે જુદા જુદા પ્રકારનો ગેટઅપ કરે છે. જન્માષ્ટમી જેવા પર્વમાં પણ તે આવા કોસ્ચ્યૂમ પહેરીને લોકોનું મનોરંજન કરે છે. આ કાર્યક્રમો દ્રારા જે ફંડ એકઠું થાય છે તેમાંથી ગરીબ બાળકોની મદદ કરે છે.
ગરીબ અને બીમાર બાળકોની મદદ
છેલ્લા સાત વર્ષમાં રવિએ 55 લાખ રૂપિયા એકઠા કર્યાં છે, જેના દ્રારા તેમણે 28 બાળકો બીમાર બાળકોનો ઇલાજ કરાવ્યો. રવિને એ વાતનો રંજ છે કે, તે 22 વર્ષની કેન્સર પીડિત તેમની ભત્રીજીને ન હતો બચાવી શક્યો. તેમની ભત્રીજીનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. 12 લાખ 50 હજારની રકમ જિત્યા બાદ રવિએ જણાવ્યું હતું કે, તે આ રકમ બીમાર ગરીબ બાળકોની ઇલાજ માટે ખર્ચશે, રવિની સમાજસેવાની ભાવનાથી અમિતાભ બચ્ચન પ્રસન્ન થયા હતા અને તેમણે રવિની પ્રશંસા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement