શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલરાઇટ’ના અભિનેતા એડ્ડી હેસલનું નિધન, જાણો વિગતે
ડેડલાઇનના રિપોર્ટ પ્રમાણે, ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીમાં તેની પ્રેમિકાના ઘરની બહાર શનિવારે મોડીરાત્રે એક વાગ્યાની આસપાસ એડ્ડી હેસલને પેટમાં ગોળી મારી દેવામાં આવી હતી. દૂર્ઘટનાના સમયે તેની પ્રેમિકા ઘરે હતી, પરંતુ તે હુમલાખોરોને ઓળખી શકી ન હતી
નવી દિલ્હીઃ જાણીતા સ્ટાર એક્ટર એડ્ડી હેસલનુ નિધન થઇ ગયુ છે. રિપોર્ટ પ્રમાણે 2જી નવેમ્બરે ફિલ્મ ધ કિડ્સ આર ઓલરાઇટના અભિનેતા એડ્ડી હેસલનું ટેક્સાસમાં ગોળી વાગવાથી મોત થઇ ગયુ છે.
ડેડલાઇનના રિપોર્ટ પ્રમાણે, ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીમાં તેની પ્રેમિકાના ઘરની બહાર શનિવારે મોડીરાત્રે એક વાગ્યાની આસપાસ એડ્ડી હેસલને પેટમાં ગોળી મારી દેવામાં આવી હતી. દૂર્ઘટનાના સમયે તેની પ્રેમિકા ઘરે હતી, પરંતુ તે હુમલાખોરોને ઓળખી શકી ન હતી.
ટેક્સાસમાં રહેનારા એક્ટર એડ્ડી હેસલે 2000 થી 2010ની વચ્ચે કેટલાય અભિનયોથી લોકોનુ દિલ જીતી લીધુ હતુ. ફિલ્મ ધ કિડ્સ આર ઓલરાઇટમાં નિભાવેલી ભૂમિકાએ સૌથી વધુ લોકપ્રિયતા હાંસલ કરી હતી. એડ્ડી હેસલ છેલ્લીવાર વર્ષ 2017માં આવેલી ફિલ્મ ઓહ લક્કીમાં જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion