શિઝાન ખાનની બંને બહેનો છે એક્ટ્રેસ, જાણો કઈ સીરિયલોમાં કરી ચૂકી છે કામ ?
શિઝાનના પરિવારમાં ભાઈ અહાન, બહેન શફાક, ફલક તથા માતા કહકશાં છે. પિતા મોહમ્મદ ખાનનું અવસાન વર્ષો પહેલાં થયું હતું. માતા કહકશાંએ જ ચારેય સંતાનોને એકલે હાથે મોટા કર્યાં છે.
Tunisha Sharma Death: અત્યારે દેશભરમાં તુનિષાની મોતનો મામલો સતત ચર્ચામાં ચાલી રહ્યો છે. 20 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહ્યું હતું. તુનિષાએ સિરિયલ 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ તેના કો- સ્ટાર શિઝાન ખાનના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તુનિષાની માતા વનીતાએ સિરિયલના કો-સ્ટાર શિઝાન ખાન પર આક્ષેપો કર્યા છે. તુનિષા અને શિઝાન ખાન બંને રિલેશન શિપમાં હતા. જો કે થોડા દિવસ પહેલા જ તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. જેને લઈને તુનિષાએ આ પગલું ભર્યું હોવાનું સૌ કોઈ અનુમાન લગાવી રહ્યા છે.શિઝાન હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
શિઝાનના પરિવારમાં ભાઈ, બે બહેનો અને માતા
શિઝાનના પરિવારમાં ભાઈ અહાન, બહેન શફાક, ફલક તથા માતા કહકશાં છે. પિતા મોહમ્મદ ખાનનું અવસાન વર્ષો પહેલાં થયું હતું. માતા કહકશાંએ જ ચારેય સંતાનોને એકલે હાથે મોટા કર્યાં છે. ફલકનો પરિવાર પહેલાં મેરઠમાં રહેતો હતો. શફાક તથા ફલકને ગ્લેમર વર્લ્ડમાં તક મળે તે માટે પરિવાર મેરઠથી મુંબઈ આવ્યો હતો.શિઝાન પોતાની મોટી બહેન ફલકને માતાનો દરજ્જો આપે છે. કહકશાંએ પિયરની આર્થિક મદદથી ચારેય છોકરાને મોટા કર્યા છે.
શિઝાનની બહેનો ઇન્ડસ્ટ્રીમાં 'નાઝ સિસ્ટર' તરીકે ઓળખાય છે
શિઝાનની બંને બહેનો શફક નાઝ અને ફલક નાઝ બંને ટીવીની દુનિયામાં જાણિતુ નામ છે. શફક નાઝ અને ફલક નાઝ ઇન્ડસ્ટ્રીમાં 'નાઝ સિસ્ટર' તરીકે ઓળખાતી હતી. શફક નાઝે ‘મહાભારત’માં ‘કુંતી’ અને ‘ચીડિયા ઘર’માં ‘મયુરી’ના રોલથી લોકપ્રિયતા મેળવી હતી. તે ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં પણ જોવા મળી છે. બીજી તરફ, ફલક નાઝે ‘સસુરાલ સિમર કા’, ‘મહાકાલી’, ‘વિશ યા અમૃત-સિતારા’ અને ‘રામ સિયા કે લવ કુશ’ જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યું છે.
શિઝાનની બહેનનું તુનિષા સાથે સારું બોન્ડિંગ હતું
એક્ટ્રેસ શફાક નાઝ ઇન્ટરનેટ પર ખુબ જ એક્ટિવ રહે છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. ભાઈ શિઝાન સિવાય ફલક નાઝનું સ્વર્ગસ્થ અભિનેત્રી તુનીષા શર્મા સાથે પણ સારું બોન્ડ હતું. બંને અવારનવાર એકબીજા સાથે ફોટા શેર કરતા હતા. શિઝાનની બહેન અને તેની માતા તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયા હતા.