Tunisha Sharma Death: પ્રેગ્નન્ટ હતી તુનિષા શર્મા, શીઝાન મોહમ્મદે લગ્ન કરવા કર્યો હતો ઇનકાર,આ ટીવી એક્ટ્રેસનો દાવો
Tunisha Sharma Death: એક્ટ્રેસ તુનિષા સુસાઈડ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રી પ્રીતિ તનેજાએ એબીપીને જણાવ્યું હતું કે તુનિષા ગર્ભવતી હતી અને શીઝાને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
Tunisha Sharma Death: 20 વર્ષની પ્રતિભાશાળી ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. જે જાણીને સોકોઈની આંખો પહોળી થઇ ગઈ છે.
તુનિષા શર્મા ગર્ભવતી હતી: પ્રીતિ તનેજા
એબીપી સાથેની વાતચીતમાં 'મેડમ સર' ફેમ પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે તુનીષા અને શીઝાન ખૂબ જ નજીક હતા. તુનીશા શીઝાન સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શીઝાને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી. એટલું જ નહીં પ્રીતિએ એ પણ જણાવ્યું કે તુનિષા માતા બનવાની હતી. તેથી જ તે શીઝાન સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શીઝાન વારંવાર લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો.
View this post on Instagram
તુનિષા શીઝાન સાથે રિલેશનશિપમાં હતી
ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં સાથે કામ કરતી વખતે તુનિષા અને શીઝાનએકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રિલેશનશિપમાં પણ હતા. જો કે રિપોર્ટ્સ અનુસાર શીઝાને થોડા સમય પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરતા પહેલા તે શીઝાનના મેક-અપ રૂમમાં પણ ગઈ હતી. આ પછી તે મોતને ભેટી હતી.
શીઝાનની પોલીસે કરી છે ધરપકડ
તુનિષાના માતા-પિતાએ શીઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અભિનેતા પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. તેમજ ગત રાત્રે તુનિષાનું પોસ્ટમોર્ટમ પણ જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટમાંથી ઘણા રહસ્યો સામે આવી શકે છે.