લગ્ન પછી નવી નવેલી દુલ્હાન મૌની રૉયનો ટેબલ પર ચઢીને ઠૂમકા લગાવતો વીડિયો વાયરલ, જુઓ ગર્લ ગેન્ગ સાથેનો આફટર પાર્ટી ડાન્સ........
સોશ્યલ મીડિયા પર મૌની રૉયનો આ ડાન્સમાં ઠૂમકા લગાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ ગર્લ ગેન્ગની સાથે નાચી રહી છે.
Mouni Roy After Dance Party: ટીવીથી લઇને બૉલીવુડ સુધી પોતાની એક્ટિંગના કારણે જાણીતી થયેલી એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) પોતાના લગ્નને લઇને હવે ચર્ચામાં છે. મૌની રૉય પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ હવે મૌની રૉયનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ ગર્લ ગેન્ગ સાથે ઠૂમકા લગાવતી દેખાઇ રહી છે, આ એક આફ્ટર પાર્ટીનો વીડિયો છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર મૌની રૉયનો આ ડાન્સમાં ઠૂમકા લગાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ ગર્લ ગેન્ગની સાથે નાચી રહી છે. એક્ટ્રેસે આ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રિપ લૉન્ગ ગાઉન પહેરેલુ છે, અને એકદમ નવી નવેલી દુલ્હન લાગી રહી છે. ખાસ વાત છે દુલ્હન મૌની રૉય ટેબલ પર ચઢીને નાચતી દેખાઇ રહી છે.
ઇમરાન ખાનના એમ્પ્લીફાયર ગીત પર મૌની રૉય અને તેની ગર્લ ગેન્ગે શાનદાર ડાન્સ મૂવ્સ બતાવ્યા છે. આ વીડિયોને જોઇને ફેન્સ પણ એક્ટ્રેસ પર ફિદા થઇ ગયા છે. આ વીડિયોને ફેન્સ જોરદાર શેર કરી રહ્યાં છે.
View this post on Instagram
ખાસ વાત છે કે, મૌની રૉય અને સૂરજ નામ્બિયાર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે, અને લગ્ન બાદ પહેલીવાર એક્ટ્રેસ મેરેજ ડ્રેસ લૂકમાં જોવા મળી છે. એક્ટ્રેસ પહેલીવાર સૂટ અને સલવારમાં નહીં પરંતુ ગ્રીન ટાઇટ ફિટેટ શાઇની ગાઉનમાં દેખાઇ રહી છે. ગ્રીન ગાઉનમાં મિસેજ નામ્બિયાર કોઇ મરમેડથી કમ નથી લાગી રહી છે.
મૌની રૉયનો નવો લૂક જેમાં એક્ટ્રેસની માંગમાં સિંદૂર ભરેલુ છે અને હાથમાં મહેંદી લાગેલી છે, અને ચૂડાથી હાથ સજેલો છે.
View this post on Instagram
View this post on Instagram
---