Tunisha Sharma Death Case: તુનિષા શર્માએ આપઘાત કરતા પહેલા 15 મિનિટ કોની સાથે વાત કરી? શિઝાનના વકીલે કર્યો આ દાવો
Tunisha Sharma Case:તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. શિઝાનના વકીલનું કહેવું છે કે તુનીષાએ આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન સાથે નહીં પરંતુ અન્ય કોઈ સાથે વાત કરી હતી.
Tunisha Sharma Death Case: 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' ફેમ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનો આત્મહત્યાનો મામલો જટિલ બની રહ્યો છે. આ કેસમાં અનેક પાસાઓ સામે આવી રહ્યા છે, પોલીસ તેની તપાસમાં લાગેલી છે. પોલીસ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન અને તુનિષા વચ્ચે શું વાતચીત થઈ હતી. હવે શિઝાનના વકીલે દાવો કર્યો છે કે તુનિષાએ શિઝાન સાથે નહીં પણ અન્ય કોઈ સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી હતી.
તુનિષા સિઝાન સાથે નહિ પણ અન્ય કોઈ સાથે વાત કરતી હતી!
શિઝાન ખાનના વકીલ અને પરિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેઓએ તુનિષાની માતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા. શિઝાનના વકીલનો દાવો છે કે આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન અને તુનિષા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. બંને અલગ-અલગ બેઠા હતા. જ્યારે તુનિષા રૂમમાં હતી, ત્યારે શિઝાન શૂટ પર ગયો હતો. વકીલનું કહેવું છે કે તુનિષા 15 મિનિટ પહેલા કોઈ અન્ય સાથે વાત કરી રહી હતી. જેની તપાસ પોલીસ કરી રહી છે.
લવ જેહાદના આરોપ પર બહેને કહ્યું..
તુનિષાની માતાએ શિઝાન ખાન અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અભિનેત્રી પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. તુનિષા ઉર્દુ શીખતી હતી, હિજાબ પહેરતી હતી અને શિઝાનની માતા અમ્મા અને બહેન અપ્પીને બોલાવતી હતી. આ અંગે શિઝાનની બહેન ફલકે કહ્યું કે આ મામલો લવ જેહાદનો નથી પરંતુ માનસિક સમસ્યાનો છે. તેણી હિજાબ પહેરી રહી હતી અને 'અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ' શો માટે ઉર્દૂ શીખી રહી હતી કારણ કે તે મરિયમનું પાત્ર ભજવી રહી હતી. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે તુનીષાને શિઝાનના પરિવાર તરફથી જ પ્રેમ મળતો હતો. તેનો પરિવાર સાથેનો સંબંધ સારો નહોતો.
શિઝાન ખાનના વકીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે તેની માતાએ તુનિષાનું ગળું દબાવ્યું હતું. તુનિષાએ આ વાત સિરિયલના ડિરેક્ટરને પણ કહી હતી જેમાં તે તે સમયે કામ કરતી હતી. આ સિવાય તેણે સંજીવ કૌશલનો પણ ઉલ્લેખ કર્યો, જે તેની માતાના મિત્ર છે. વકીલનું કહેવું છે કે તુનિષા સંજીવથી ડરતી હતી. સંજીવના કારણે તુનિષાને ચિંતા રહેતી હતી અને આ કારણોસર તે તેના મિત્ર કંવર ધિલ્લોન સાથે 3 મહિના સુધી રહી હતી.