Thalapathy Vijay: લગ્નના 22 વર્ષ બાદ પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે થલપથી વિજય? જાણો સચ્ચાઈ
22 વર્ષના લગ્નજીવન પછી થલપતિ વિજય અને તેની પત્ની સંગીતાના છૂટાછેડાની અફવા સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ હતી. પરંતુ જેમ જેમ તે ફેલાતી ગઈ તેમ તેમ રિપોર્ટ્સમાં વિવિધ પ્રકારની બાબતો પણ સામે આવી.
![Thalapathy Vijay: લગ્નના 22 વર્ષ બાદ પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે થલપથી વિજય? જાણો સચ્ચાઈ Thalapathy Vijay and his wife Sangeetha heading for divorce Thalapathy Vijay: લગ્નના 22 વર્ષ બાદ પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે થલપથી વિજય? જાણો સચ્ચાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/f0e6579d0637ee6383423bdf4123b5b1167298150731481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Thalapathy Vijay: સાઉથના સૌથી હોટ અભિનેતાઓમાંના એક થલપથી વિજય જે તેની એક્શન ફિલ્મ 'વરિસુ' રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વિજય પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો હોવાની અફવાએ જોર પકડયું છે. જેને પગલે ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. બંનેના લગ્નને 22 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન છૂટાછેડાના સમાચારનું આગમન ખૂબ જ આઘાતજનક હતું. અભિનેતા તદ્દન નિજી લાઈફ જીવે છે અને તેના અંગત જીવન વિશે ચૂપ રહે છે. જો કે, એવી અફવા છે કે વિજય અને તેની પત્ની સંગીતા છૂટાછેડા માટે જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ વિકિપીડિયા પેજ પર પોસ્ટ કર્યું હતું કે વિજય અને તેની પત્ની પરસ્પર સહમતીથી અલગ થઈ રહ્યા છે. તે બાદ તેમના અલગ થવાની અફવાઓએ જોર પકડયું છે.
સંગીતાએ ઓડિયો લોન્ચમાં હાજરી આપી ન હતી
તાજેતરમાં જ 'વરિશુ'નો ઓડિયો લોન્ચ થયો હતો. જેમાં વિજયની પત્ની સંગીતા હાજર રહી ન હતી. જો કે અહેવાલ છે કે સંગીતા હાલમાં તેના બાળકો સાથે યુએસમાં રજાઓ માણી રહી છે અને તેથી જ તે કોઈપણ ઇવેન્ટમાં હાજરી આપી શકી નથી. આશા છે કે વિજય પણ ટૂંક સમયમાં તેના પરિવાર સાથે જોડાશે.
કેવી રીતે અફવાઓ શરૂ થઈ
થલપથી વિજયના વિકિપીડિયા પેજ પરથી એવી અફવાઓ શરૂ થઈ કે 'માસ્ટર' સ્ટાર અને તેની પત્ની છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. પેજે એમ પણ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. જેમાં લખ્યું છે કે, 'વિજય અને સંગીતાના છૂટાછેડાની અફવાઓ પાયાવિહોણી છે. અમને ખબર નથી કે તે કેવી રીતે શરૂ થયું.
સંગીતા અને વિજય ક્યારે અને ક્યાં મળ્યા
વિજય કથિત રીતે ફિલ્મ 'પૂવે ઉનક્કાગા' ની રિલીઝ પછી તેના જીવનના પ્રેમ અને તેની પત્ની સંગીતાને મળ્યા હતા. તે વિજયની મોટી ફેન હતી અને યુકેથી તેને ચેન્નાઈમાં મળવા આવી હતી.જે બાદ તેઓ વચ્ચે વાતચીત વધવા લાગી. અને તેઓના પરિવાર મળ્યા ત્યારબાદ લાગણીઓ વધુ વધી અને પરિવારની સહમતીથી આ કપલે 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ હિંદુ અને ક્રિશ્ચિયન બંને પરંપરાથી લગ્ન કર્યા હતા. વિજય અને સંગીતાએ તેમના લગ્નના એક વર્ષ પછી તેમના પ્રથમ બાળક જેસન સંજયનું સ્વાગત કર્યું અને સપ્ટેમ્બર 2005માં દિવ્યા સાશા નામની પુત્રીનો જન્મ થયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)