'ભોપાલી'વાળા નિવેદન પછી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી વધી, હવે પોલીસમાં ફરિયાદ થઈ, જાણો સમગ્ર મામલો
વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે ભોપાલીનો અર્થ સમલૈંગિક કહ્યો છે. આ બાબતે હવે હોબાળો મચ્યો છે. વિવેકના આ નિવેદનને લઈને વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
!['ભોપાલી'વાળા નિવેદન પછી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી વધી, હવે પોલીસમાં ફરિયાદ થઈ, જાણો સમગ્ર મામલો the kashmir files director vivek agnihotri complaint filed in versova police station today for registration of fir bhopalis homo sexual 'ભોપાલી'વાળા નિવેદન પછી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી વધી, હવે પોલીસમાં ફરિયાદ થઈ, જાણો સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/f92fc75ad09bf9e5cbb3e2f501be5404_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાના એક નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે ભોપાલીનો અર્થ સમલૈંગિક કહ્યો છે. આ બાબતે હવે હોબાળો મચ્યો છે. વિવેક અગ્નિહોત્રીના નિવેદનને લઈને વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?
વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે કહે છે- હું ભોપાલમાં મોટો થયો છું પણ હું ભોપાલી નથી. કારણ કે ભોપાલીનો એક અલગ અર્થ છે. હું તમને ક્યારેક ખાનગીમાં સમજાવીશ. એક ભોપાલીને પૂછો. ભોપાલી એટલે કે તે હોમોસેક્સ્યુઅલ છે, નવાબી શોખવાળો છે. વિવેક અગ્નિહોત્રીનું નિવેદન સામે આવતાં જ તે ટ્રોલ થવા લાગ્યો હતો. વિવેક અગ્નિહોત્રીના નિવેદનની રાજકીય વર્તુળોમાં પણ નિંદા થવા લાગી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીના નિવેદનની નિંદા કરી હતી.
દિગ્વિજય સિંહે વિવેક અગ્નિહોત્રી પર કટાક્ષ કર્યોઃ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું- વિવેક અગ્નિહોત્રીજી, આ તમારો પોતાનો અંગત અનુભવ હોઈ શકે છે. તે સામાન્ય ભોપાલ નિવાસીનો અનુભવ નથી. હું 77 વર્ષથી ભોપાલ અને ભોપાલીઓ સાથે પણ સંપર્કમાં છું પરંતુ મને ક્યારેય આવો અનુભવ થયો નથી. તમે જ્યાં રહો છો આ ત્યાંના "સંગતની અસર છે". જો કે હજી સુધી વિવેક અગ્નિહોત્રીની આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
विवेक अग्निहोत्री जी यह आपका अपना निजी अनुभव हो सकता है।
— digvijaya singh (@digvijaya_28) March 25, 2022
यह आम भोपाल निवासी का नहीं है।
मैं भी भोपाल और भोपालियों के संपर्क में 77 से हूँ लेकिन मेरा तो यह अनुभव कभी नहीं रहा।
आप कहीं भी रहें “संगत का असर तो होता ही है”।#KashmirFiles@vivekagnihotri https://t.co/L98WIQvgd2
જો કે 'ભોપાલી' નિવેદન અંગેનો આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન અંગે વિવેક અગ્નિહોત્રી શું કહે છે તે જોવાનું રહેશે. વાત કરીએ વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની. ફિલ્મની કમાણીનો આંકડો 200 કરોડને પાર કરી ગયો છે. નાના રોકાણથી બનેલી આ ફિલ્મની જોરદાર કમાણીથી ચોંકી ગયા છે. ફિલ્મની નોનસ્ટોપ કમાણી ત્રીજા સપ્તાહમાં પણ ચાલુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)