શોધખોળ કરો
Advertisement
હવે WWE રિંગમાં ઉતરશે હોલિવૂડના આ સ્ટાર એક્ટરની પુત્રી, માતા-પિતા બન્ને હતા રેસલર
ધ રોકની પુત્રી સિમોન જોનસન પોતાના પરિવારની ચોથી પેઢીની રેસલર બનવા તૈયાર છે.
નવી દિલ્હીઃ હોલિવૂડના સૌથી મોંઘા એક્ટરમાંથી એક અને WWEના ધમાકેદાર રેસલર રહી ચૂકેલ ડ્વેન જોનસન એટલે કે ધ રોકની દીકરી સિમોન જોનસન પણ હવે રિંગમાં પગ માંડવા જઈ રહી છે. વિતેલા એક વર્ષથી સિમોન જોનસનની WWE પરફોર્મન્સ સેન્ટરમાં ટ્રેનિંગ ચાલી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, હાલમાં જ ધ રોક સિમોનને મળવા ગયા હતા. સિમોનની મમ્મી અને ધ રોકની એક્સ વાઈફ ડેની ગાર્સિયા પણ વૂમન રેસરલ રહી ચૂકેલ ચે અને WWE ચેમ્પિયન પણ તેમણે જીતી હતી. આ રીતે સિમોન જોનસન પણ મમ્મી પપ્પાના પગલે ચાલવાનો નિર્ણય કર્યો છે.
ધ રોકની પુત્રી સિમોન જોનસન પોતાના પરિવારની ચોથી પેઢીની રેસલર બનવા તૈયાર છે. સિમોન જોનસન 17 વર્ષની છે અને આ 14 ઓગષ્ટે 18 વર્ષની થઈ જશે. જણાવી દઈએ કે હોલિવૂડ સ્ટાર ધ રોકની પુત્રી સિમોને એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતા જણાવ્યું કે તે 9-10 વર્ષની ઉંમરમા જ રેસલિંગની દુનિયામાં આવવા માંગતી હતી. તે હંમેશાથી રેસલર બનવા માંગતી હતી અને આ રીતે જલ્દી જ ધ રોક પરિવારનો સભ્ય રિંગમાં તહલકો મચાવતો જોવા મળશે.
આમ પણ WWE માટે થનારી ટ્રેનિંગ સરળ નથી હોતી કારણ કે તેમાં સ્ટન્ટ્સ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સિમોનના પિતા રોક જ્યાં સુધી WWEમાં રહેતા તેનો સિક્કા પડતા હતા, પરંતુ હવે તે હોલિવૂડમાં પણ બેતાજ બાદશાહ છે. એવામાં સિમોન પણ પણ લોકો આવી જ આશા રાખી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement