શોધખોળ કરો
હોમમનોરંજનમુંબઈ-રાજકોટ ફ્લાઈટમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી અભિનેત્રીએ વર્ણવી આપવિતી, જાણો શરમજનક ઘટના વિશે
મુંબઈ-રાજકોટ ફ્લાઈટમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી અભિનેત્રીએ વર્ણવી આપવિતી, જાણો શરમજનક ઘટના વિશે
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 12 Dec 2016 11:20 AM (IST)
1/14

વધુમાં ટીનાએ જણાવ્યું કે, તરત જ મેં ગુસ્સામાં બૂમ પાડી હતી પરંતુ તે આધેડ વ્યક્તિએ મારી માફી માંગવાની શરૂઆત કરી દીધી. મેં એરહોસ્ટેસ પૂજાને બોલાવી આ અંગેની ફરિયાદ કરી હતી. ટીનાના મતે એર હોસ્ટેસે અગાઉ તો તેની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો પરંતુ બાદમાં તે વ્યક્તિની સીટ બદલવાની વાત કરી.
2/14

3/14

4/14

ફેસબુક પોસ્ટમાં ટીના દત્તાએ જણાવ્યુ કે, મે તે વ્યક્તિને ફ્લાઇટમાંથી ઉતારી દેવાની માંગણી કરી પરંતુ એર હોસ્ટેસે મને કહ્યું કે તમારે પણ ફરિયાદ કરવા માટે તેની સાથે ફ્લાઇટમાંથી ઉતરી જવું પડશે. મેં કેપ્ટન જગજીવનસિંહ સાથે વાત કરવાની માંગણી કરી. બાદમાં લાંબી ચર્ચા બાદ મને કેપ્ટન સાથે વાત કરવાની મંજૂરી અપાઇ હતી.
5/14

મીડિયા સાથેની વાતચીતમાં ટીનાએ જણાવ્યુ હતું કે, હું એક ઇવેન્ટ માટે જેટ એરવેઝની ફ્લાઇટ 9W 7001માં મુંબઇથી રાજકોટ જઇ રહી હતી. તે દરમિયાન હું 30A નંબરની સીટ પર બેઠી હતી જ્યારે મારો મેનેજર 30C નંબરની સીટ પર બેઠો હતો.
6/14

7/14

મુંબઇઃ ટીવી સીરિયલ ‘ઉતરન’માં ઇચ્છાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ ટીના દત્તાએ રાજકોટ જતી ફ્લાઇટમાં પોતાની સાથે જાતીય સતામણી થયાની ફરિયાદ નોંધાવી હતી. ટીનાના મતે તેણી એક ઇવેન્ટ માટે મુંબઇથી રાજકોટ જઇ રહી હતી તે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. તેણે આ સમગ્ર ઘટના પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી. આ સ્ટોરી સાથે તેણે એક પુરુષનો ફોટો શેર કર્યો છે. જોકે, આ પુરુષ આરોપી છે કે કેમ તેને લઇને ટીનાએ કોઇ ખુલાસો કર્યો નથી.
8/14

9/14

નોંધનીય છે કે ટીના દત્તા ઉતરનની લીડ એક્ટ્રેસ છે. આ સીરિયલમાં તેણે ઇચ્છા અને મીઠીનો રોલ કર્યો છે. તે સિવાય ટીના બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
10/14

જેટ એરવેઝ પર સવાલ ઉઠાવતા ટીનાએ કહ્યુ કે શું આવી ઘટનામાં સીટ બદલવી સમસ્યાનો ઉકેલ છે. શું પેસેન્જરની સુરક્ષામાં કંપની ગંભીર નથી.
11/14

આ મામલે ટીનાએ એરલાઇન્સ કંપની જેટ એરવેઝ પર સવાલ ઉઠાવ્યા હતા. ટીનાએ કહ્યું કે ફ્લાઇટમાં ઘણા ઓછા લોકોએ મારી મદદ કરી હતી. જેટ એરવેઝ પર પેસેન્જરની સુરક્ષામાં ગંભીરતા ન દાખવવાનો પણ સવાલ ઉઠાવ્યો હતો.
12/14

ટીનાએ જણાવ્યુ કે ફ્લાઇટમાં મને એક પરિવાર સિવાય કોઇએ પણ મદદ કરી નહોતી. આ જ ફ્લાઇટમાં બીજી એક ખરાબ ઘટના મારી સાથે બની હતી. મારી આગળની સીટ ઝૂકેલી હોવાના કારણે મને ખાવામાં તકલીફ પડી રહી તેવામાં તે યુવકને સીટ સરખી કરવાનું કહ્યુ પરંતુ યુવકે તેમ કરવાની ના પાડી દીધી. મેં તે યુવકને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી પરંતુ તેના પર કોઇ અસર થઇ નહોતી.
13/14

કેપ્ટનનું વર્તન પણ મિત્રતાપૂર્ણ નહોતું. તેમણે પણ આ વાતને ગંભીરતાથી લીધી નહીં અને આ ઘટના પોતાના પ્રોટોકોલમાં ન આવતી હોવાનું કહી વાત ખંખેરી દીધા હતા. કેપ્ટને કહ્યુ હતું કે, આ ઘટના ટેકઓફ થયા અગાઉની છે જેથી તેઓ આ મામલે કાંઇ કરી શકશે નહીં.
14/14

ટીનાએ પોસ્ટમાં લખ્યુ હતું કે, હું અને મારો મેનેજર કામની ચર્ચા કરી રહ્યા હતા. અચાનક કોઇ મને હાથથી સ્પર્શી રહ્યુ હોય તેવું લાગ્યું. શરૂઆતમાં મને લાગ્યુ કે કોઇ બાળક અડી રહ્યુ હશે પરંતુ જેવી હું પાછળ ફરી તો જોયુ કે 31A નંબરની સીટ પર બેસેલા રાજેશ નામના એક યુવકે મને ખોટી રીતે સ્પર્શવાનો પ્રયાસ કરતો હતો.
Published at : 12 Dec 2016 11:20 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
મનોરંજન
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
મનોરંજન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
મનોરંજન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
મનોરંજન
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ટ્રેન્ડિંગ સમાચાર






















