ખાસ વાત તો એ છે કે, ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને એક્ટર રણબીર કપૂરની અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મને સૌથી વધુ સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મ સાથે જોડાયેલી આશાની વાત કરીએ તો આના ત્રણ કારણ છે, પહેલુ રણબીર કપૂરના ફેન ફૉલોઇંગ, બીજુ સંજય દત્તનું સ્ટાડમ અને ત્રીજો રાજકુમાર હિરાનીનું ડાયરેક્શન.
2/8
3/8
'પીકે', '3 ઇડિયટ્સ' અને 'મુન્નાભાઇ' સીરિઝ બાદ રાજકુમાર હિરાનીની ફિલ્મોનો બધાને ખુબજ ઇન્તજાર હતો. ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે, આ ફિલ્મને લગભગ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે જે ખુબ વધારે છે.
4/8
આ ફિલ્મમાં મનીષા કોઈરાલા, પરેશ રાવલ, સોનમ કપૂર, દિયા મિર્ઝા, વિકી કૌશલ, અનુષ્કા શર્મા, બોમન ઈરાની, મહેશ માંજરેકર અને કરિશ્મા તન્ના જેવા સ્ટાર્સ છે.
5/8
નાયકથી ખલનાયક બનેલા સંજય દત્તના જીવનની ફિલ્મથી કમ નથી, અને તેનું કારણ છે કે બધા તેની લાઇફ વિશે વધુમાં વધુ જાણવા માગે છે.
6/8
ઉલ્લેખનીય છે કે, 'સંજુ' ફિલ્મને લગભગ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવવાની છે, જે ઘણી વધારે છે. વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેસ 3' બાદ 'સંજુ'ને બીજી નંબરની સૌથી વધુ સ્ક્રીન્સ મળી છે. આની સાથે જ વર્લ્ડવાઇડ વાત કરીએ તો 65 દેશોમાં રિલીઝ થનારી 'સંજુ'ને 5300 થી વધુ સ્ક્રીન્સ મળી છે.
7/8
માનવામાં આવે છે કે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની છે અને કમાણીના મામલે બધાથી સારુ પ્રદર્શન કરશે.
8/8
નવી દિલ્હીઃ રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ' આજે બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ રહી છે. લાંબા સમયથી આખી ટીમ આ ફિલ્મની પ્રમૉશનમાં જબરદસ્ત રીતે બિઝી છે. ફિલ્મના અત્યાર સુધી રિલીઝ થયેલા પૉસ્ટર્સ અને ટ્રેલરને ખુબ સારો રિસ્પૉન્સ મળ્યો છે. ટ્રેલરના રિલીઝ બાદથી રણબીર કપૂર પણ ફિલ્મમાં પોતાના લૂક અને એક્ટિંગ માટે ખુબ પ્રસંશા મેળવી રહ્યો છે. આવામાં દર્શકોને આ ફિલ્મનો ખુબ જ ઇન્તજાર હતો.