શોધખોળ કરો
Advertisement
દયાબેનની એક ઝલક શું જવા મળી શોની TRPમાં ખળભળાટ મચી ગયો, આંકડો જાણીને ચોંકી જશો તમે
પ્રીતા અને કરણની લવ લાઈફમાં આવેલા ઝંઝાવાતને કારણે કુંડલી ભાગ્ય ટીઆરપી લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો હતો.
નવી દિલ્હીઃ લોકો દયાભાભીને ભલે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરતા હોય પણ તેની કિંમત શું છે એ TRPના મામલે ખબર પડી ગઈ. હાલમાં જ દયાભાભી ફરીથી થોડાક સમય માટે તારક મહેતામાં જોવા મળી હતી. અને એ સાથે જ દેશમાં સૌથી વધુ જોવાતા શોના લિસ્ટમાં હલચલ મચી ગઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ટોપ 5 લિસ્ટમાં તો રહેતો જ. પરંતુ આ વખતે તેણે બધા જ શોને પછાડી દીધા છે અને નંબર 1 શો બની ગયો.
પ્રીતા અને કરણની લવ લાઈફમાં આવેલા ઝંઝાવાતને કારણે કુંડલી ભાગ્ય ટીઆરપી લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો હતો. ત્યાર પછી ટીઆરપી લિસ્ટમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કૌન બનેગા કરોડપતિએ ત્રીજા અને ચોથા નંબરે સ્થાન મેળવ્યું હતું. નાયરા અને કાર્તિકની જોડીને હજુ પણ દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. કેબીસી પણ દર્શકોને જકડી રાખવામાં સફળ ગયું છે.
આ વખતે સૌથી વધુ જોવાયેલા શોમાં ઈન્ડિયન આઈડોલ 11નો પણ સમાવેશ થાય છે. તે પાંચમા ક્રમે પહોંચી ગયો છે. પછી જો છઠ્ઠા નંબરની વાત કરીએ તો છોટી સરદાર. કે જે ત્રીજા સ્થાનથી પટકાઈને સીધું છઠ્ઠા સ્થાને આવ્યું છે. કુમકુમ ભાગ્ય સાતમા અને કપિલ શર્મા શો આઠમા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement