શોધખોળ કરો
આ બોલિવૂડ સ્ટારે બતાવી દરિયાદિલી, ડાંસ કરતાં છોકરાની સારવાર માટે આપ્યા 5 લાખ
યુપીના મુરાદાબાદમાં રહેનારા ડાંસર ઈશાન ડાંસ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થઈ ગયો. આ દરમિયાન તેના ગળાના હાડકામાં ફ્રેક્ટર થઈ ગયું.

નવી દિલ્હીઃ વરૂણ ધવન હાલમાં રેમો ડિસૂઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરના શૂટિંગમાં વ્યસ્ત છે. વરૂણ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. જોકે હવે વરૂણ ધવને એવું કંઈક કર્યું છેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વરૂણે હિપહોપ ડાન્સર ઈશાનની સારવાર માટે 5 લાખ રૂપિયાની મદદ કરી છે. આ વાતનો કુલાસો સોશિયલ મીડિયાથી થયો છે, જેના પર વરૂણે રિપ્લાય કર્યો હતો. વરૂણ ધવનની આ દરિયાદિલીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.
કાર્તિક રાજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈશાનની ફોટો પોસ્ટ કરીને મદદની અપીલ કરી હતી. આ બાદ વરૂણ ધવને રાજાને મેસેજ કર્યો. ‘ભાઈ, આ છોકરો કોણ છે? હું તેને કેવી રીતે મદદ કરી શકું? પ્લીઝ મને કહે, પ્લીઝ મને કોલ કરો.’ આ બાદ કાર્તિક સાથે વાત કરીને વરૂણે ઈશાનને પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. આ રકમ તેની સારવારમાં ખર્ચ થશે. વરૂણ ધવન પાસેથી મળેલી મદદની જાણકારી રાજાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
યુપીના મુરાદાબાદમાં રહેનારા ડાંસર ઈશાન ડાંસ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થઈ ગયો. આ દરમિયાન તેના ગળાના હાડકામાં ફ્રેક્ટર થઈ ગયું. તેની જાણકારી ડાંસર કાર્તિક રાજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી થઈ.
કાર્તિક રાજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈશાનની ફોટો પોસ્ટ કરીને મદદની અપીલ કરી હતી. આ બાદ વરૂણ ધવને રાજાને મેસેજ કર્યો. ‘ભાઈ, આ છોકરો કોણ છે? હું તેને કેવી રીતે મદદ કરી શકું? પ્લીઝ મને કહે, પ્લીઝ મને કોલ કરો.’ આ બાદ કાર્તિક સાથે વાત કરીને વરૂણે ઈશાનને પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. આ રકમ તેની સારવારમાં ખર્ચ થશે. વરૂણ ધવન પાસેથી મળેલી મદદની જાણકારી રાજાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. વધુ વાંચો





















