મુંબઈ: થિયેટરની દુનિયામાં જાણીતા એક્ટર અને એડ ગુરુ એલીક પદમસીનું 90 વર્ષની વયે નિધન થયું છે. પદમસીએ 1982માં રિલીઝ ઓસ્કર વિનિંગ ફિલ્મ ‘ગાંધી’માં મોહમ્મદ અલી ઝિણાની ભૂમિકા ભજવી હતી. એલીક એડવરટાઇઝિંગ કંપની લિન્ટસના સ્થાપક હતા.
2/4
અંગ્રેજી રંગમંચ માટે પ્રસિદ્ધ પદમસીએ 70 જેટલા નાટકોનું નિર્માણ કર્યું. જેમાં એવિટા, તુઘલક, જીસસ ક્રાઇસ્ટ સુપરસ્ટાર, ડેથ ઓફ અ સેલ્સમેન અને બ્રોકન ઇમેજેજ સામેલ છે.
3/4
પદમસીને ફાધર ઓફ મોર્ડન ઇન્ડિયન એડવરટાઇઝિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓએ ભારતીય વિજ્ઞાપન ક્ષેત્રને એક અલગ ઓળખ અપાવી. જાહેરખબરની દુનિયામાં તેમણે પોતાના કેરિયરમાં ભારતની એક સૌથી મોટી જાહેરખબર એજન્સી લિંટાસ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી(1980-1994) તરીકે 100 થી બ્રાન્ડ માટે શાનદાર અને પ્રભાવશાળી જાહેરખબર બનાવી હતી.
4/4
એલીક પદમસીએ, લિરિલ, હમારા બજાજ, કામસૂત્ર સહિત ધણી સક્સેસફુલ જાહેરાત બનાવી હતી. એલીકે માત્ર સાત વર્ષની ઉંમરે પ્રથમ વખત થિયેટર કર્યું હતું. વિલિયમ શેક્સપીયરના શો મર્ચેન્ટ ઓફ વેનિસમાં તેણે કામ કર્યું હતું. એલીક દ્વારા નિર્દેશિત પ્રથમ નાટકનું નામ ‘ટેમિંગ ઑફ ધ સ્ક્રૂ’ હતું.