Vicky Katrina Death Threat: વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે તપાસ શરૂ કરી
વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા.
Vicky Katrina Death Threat: બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) અને 354 (ડી) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IT એક્ટ 67 હેઠળ કેસ પણ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.
Maharashtra | Police register a case against an unidentified man and initiate an investigation for allegedly giving life threats to actors Katrina Kaif and Vicky Kaushal through social media. Case registered at Santacruz Police Station: Mumbai Police
— ANI (@ANI) July 25, 2022
(File photos) pic.twitter.com/hQTaTMnB9a
સલમાન ખાનને ધમકીઓ મળી છે
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.