શોધખોળ કરો

Yash Birthday: આજે સાઉથ સ્ટાર યશનો જન્મદિવસ, જાણો કેટલીક જાણી- અજાણી વાતો

Yashના જન્મદિવસના ખાસ અવસર પર તેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સની સાથે સેલેબ્સ પણ યશને શુભેચ્છા પાઠવી રહ્યા છે. યશની મજબૂત ફેન ફોલોઈંગ છે.

Rocky Bhai aka YASH Birthday: અભિનેતા યશના જન્મદિવસની ઉજવણી સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જો કે, KGF અભિનેતાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે આ વખતે તેનો જન્મદિવસ તેના ચાહકો વચ્ચે ઉજવી શકશે નહીં અને દરેક પાસેથી ધીરજની ભેટ માંગી હતી. યશના જન્મદિવસના ખાસ અવસર પર તેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સની સાથે સેલેબ્સ પણ યશને શુભેચ્છા પાઠવી રહ્યા છે. યશની મજબૂત ફેન ફોલોઈંગ છે.  

પેટ્રોલ છાંટીને આગ લગાવ

વાત 2019ની છે અને તે સમયે યશનો જન્મદિવસ હતો. યશે ઇનકાર કર્યો હતો કે તે પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં પરંતુ તેમ છતાં ઘરની સામે ભારે ભીડ જામી હતી. સુરક્ષા તોડીને પણ એક ચાહક યશને મળવા માંગતો હતો.  પરંતુ જ્યારે આવું ન થઈ શક્યું તો તેણે પોતાની જાતને આગ લગાવી દીધી. ફેન ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો અને યશ તેને મળવા આવશે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરતો રહ્યો. જો કે, આવું ન થયું અને ચાહકનું મૃત્યુ થયું. જ્યારે યશને આ વાતની ખબર પડી ત્યારે તે હોસ્પિટલ પહોંચ્યો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. બીજી તરફ બાદમાં યશે પણ એક વીડિયો દ્વારા સ્પષ્ટપણે કહ્યું હતું કે જે પણ આવું કરે છે તે મારો ફેન ન હોઈ શકે. આ જોઈને અન્ય ફેન્સ વિચારશે કે આવા કારનામા સાથે હું તેમને મળવા આવીશ, પરંતુ આ ખોટું છે.

અંતિમ સંસ્કારનું આમંત્રણ

વર્ષ 2021માં એક એવો કિસ્સો સામે આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા. કર્ણાટકના મંડ્યા શહેર નજીક કોડીદોદ્દી ગામના એક 25 વર્ષના યુવકે ફાંસી લગાવી લીધી હતી. આ વ્યક્તિનું નામ રામકૃષ્ણ હતું.  જે યશના ચાહક હતા. રામકૃષ્ણએ સુસાઈડ નોટમાં લખ્યું- 'મારી અંતિમ ઈચ્છા છે કે યશ અને સિદ્ધારમૈયા મારા અંતિમ સંસ્કારમાં સામેલ થાય.' યશે આ બાબતે ટ્વિટ કરીને લખ્યું- 'ચાહકોનો પ્રેમ અમારું જીવન છે, અમને ગર્વ છે.પરંતુ શું આપણે મંડ્યા રામકૃષ્ણના પ્રેમ પર ગર્વ કરી શકીએ? ચાહકોના પ્રેમનું આ ઉદાહરણ ન હોવું જોઈએ. હું આશા રાખું છું કે તેમના આત્માને શાંતિ મળે.

પુસ્તકોથી બનાવ્યો ચહેરો

KGF ફિલ્મે દર્શકોને હચમચાવી દીધા અને યશની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી. તે સમયે 'ઓલ કર્ણાટક રોકિંગ સ્ટાર યશ ફેન્સ એસોસિએશન મલુર'એ 3,400 પુસ્તકોની મદદથી યશનું પોટ્રેટ તૈયાર કર્યું હતું. આ પોટ્રેટ 25600 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું હતું.

યશની નકલ કરવી ભારે પડી

KGF સિરીઝની ફિલ્મમાં યશને ધૂમ્રપાન કરતો પણ બતાવવામાં આવ્યો છે. તો હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં રહેતા 15 વર્ષના બાળકે તેની ખૂબ નકલ કરી. એક 15 વર્ષીય ચાહકે તેના ફેવરિટ સ્ટાર યશની નકલ કરીને એટલી બધી સિગારેટ પીવાની કોશિશ કરી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

યશના જન્મદિવસની અરજી

ગયા વર્ષે એક નાના ચાહકે યશનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શાળાને અરજી લખી હતી. એક વિદ્યાર્થીએ શાળામાં યશના જન્મદિવસ માટે એક પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું- 'યશ ભાઈના જન્મદિવસના અવસર પર, તેમના તમામ ચાહકો ટ્વિટર પર એક ટ્રેન્ડ બનાવી રહ્યા છે અને ઑનલાઇન ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. હું પણ આ ટ્રેન્ડનો ભાગ બનવા માંગુ છું અને યશને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંતે, હું તમને 7મી જાન્યુઆરીએ રજા આપવા વિનંતી કરું છું. માત્ર હું જ નહીં, કૃપા કરીને મારા મિત્રોને પણ રજા આપો, જેથી તેઓ પણ યશને શુભેચ્છા પાઠવી શકે. ટ્રેન્ડનું આયોજન 7 જાન્યુઆરીએ સવારે 8 થી સાંજે 7 દરમિયાન કરવામાં આવ્યું છે. મહેરબાની કરીને મને રજા આપો.'

5 હજાર કિલોની કેક અને સૌથી મોટો કટઆઉટ

જણાવી દઈએ કે 2020માં યશનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કહેવાય છે કે એક ચાહકે તેના માટે 5,000 કિલો વજનની કેક બનાવી હતી, જેના પર લખ્યું હતું- હેપ્પી બર્થ ડે યશ બોસ. એટલું જ નહીં યશના નામે સૌથી મોટા કટઆઉટનો રેકોર્ડ પણ છે. યશનું 216 ફૂટનું કટઆઉટ નંદી લિંક રોડ, બેંગ્લોર ખાતે બનાવવામાં આવ્યું હતું. આ સાથે ઘણા ચાહકોએ યશનું ટેટૂ પણ કરાવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget