શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસ બનશે ભાજપના મંત્રીની પુત્રવધૂ, લગ્ન બાદ છોડી દેશે એક્ટિંગ
થોડા સમય પહેલા જ મોહિનાએ ફેન્સથી છુપાઇને સગાઇ પણ કરી હતી. ત્
મુંબઈઃ ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની એક્ટ્રેસ મોહિના કુમારીના લગ્ન ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુરેશ રાવત સાથે થવા જઈ રહ્યા છે. મોહિનાની આ પહેલા મેહંદીની તસવીરો સામે આવી હતી જેમાં તેના હાથમાં મેહંદી લાગેલ હતી. મોહિના આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મોહિના સાથે આ તસવીરમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના કો સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ મોહિનાએ ફેન્સથી છુપાઇને સગાઇ પણ કરી હતી. ત્યારે મોહિનાએ જણાવ્યું કે લગ્ન પછી તે ટીવી અને રૂપેરી પડદાથી વિદાય લઇને ઘર અને નવી જવાબદારીઓ સંભાળશે. મોહિનાએ વધુમાં કહ્યું કે મારા કેટલાક ટીવી મિત્રોને મારું કામ છોડવાની વાત સામે વિરોધ હતો. તેમ છતાં હું હવે મારી નવી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છું.
મોહિનાના લગ્નમાં સામેલ થવા અનેક ટીવી સ્ટાર ત્યાં પહોંચ્યા હતા. હરિદ્વારમાં લગ્ન થવાના છે. આ લગ્ન માટે બૈરાગી કેમ્પમાં વિશાળ મંડપ સજાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના નાના પુત્ર સુયશ મહારાજના લગ્નમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાત પણ હાજર રહેશે.
નોંધનીય છે કે 2012માં જ્યારે મોહિનાએ ડાન્સ ઇન્ડિયા ડાંસની ઓડિશન આપી હતી. તે પછી તે કોરિયોગ્રાફર તરીકે પણ સારી એવી નામના મેળવી હતી. અને આખરે તેણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી ટીવી સિરીયલથી એક્ટિંગ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement