ઓપન સિગ્નલ ટેલિકોમ નેટવર્ક અને તેની સેવાની ગુણવત્તાનું મેપિંગ કરે છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 7.3 mbps (મેગાબાઇટ્સ પર સેકન્ડ) અને જિયોની 5.47 mbps રહી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડાઉનલોડ સ્પીડ અનુભવમાં એરટેલનું વર્ચસ્વ છે. જે 16 સર્કલમાં ટોચ પર અને અન્ય બેમાં બરાબર પર છે.
2/4
સર્વેમાં આઈડિયા અને વોડાફોનને અલગ-અલગ કંપની તરીકે ગણવામાં આવી હતી. જ્યારે થોડા મહિના પહેલા જ બંને કંપનીઓનો વિલીનીકરણ થઈ ગયું છે. હાલ બંને કંપનીઓ અલગ અલગ બ્રાન્ડ નામથી સેવા આપી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
3/4
સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, દેશમાં 4જી નેટવર્કની ઉપલબધતામાં જિયો ટોચ પર છે. ઓપન સિગ્નલના મોબાઇલ નેટવર્ક એક્સપીરિયન્સ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં જિયોની ઉપલબ્ધતાનો સ્કોર 95 ટકા છે. આ મામલે એરટેલ 73.99 સ્કોર સાથે બીજા નંબર પર છે.
4/4
નવી દિલ્હીઃ દેશમાં દિનપ્રતિદિન મોબાઇલ ધારકોની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે. કંપનીઓ વિવિધ ઓફરો આપીને કસ્ટમર્સને લોભાવી રહી છે. ગુરુવારે ઓપન સિગ્નલના જાહેર થયેલા રિપોર્ટમાં 4G ડાઉનલોડ સ્પીડમાં એરટેલ સૌથી આગળ છે. જ્યારે અપલોડ સ્પીડમાં આઈડિયા મોખરે હોવાનું સામે આવ્યું છે. 4G નેટવર્ક ઉપલબ્ધતામાં રિલાયન્સ જિયો ટોચ પર છે.