રેડડિટ પર શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટમાં સ્પષ્ટ દેખાય છે કે ફેસબુકમાં મેસેન્જર પર મેસેજ ડિલિટ કરવા માટે બે વિકલ્પ જોવા મળી રહ્યા છે, જે રિમૂવ ફોર એવરીવન અને રિમૂવ ફોર યૂ છે. અત્યાર સુધી તમે ફેસબુક પર કોઈપણ ચેટ કે મેસેજને ડિલિટ કરી શકતા હતા પરંતુ તમે આ મેસેજને રિસીવરની પાસેથી ડિલિટ થઈ શકતો ન હતો.
2/3
જોકે આ ફીચરને હાલમાં વ્હોટ્સએપ ફીચર જેવું જ ન કહી શકાય કારણ કે યૂઝરે એ વાતની જાણકારી આપી નથી કે તેમાં વ્હોટ્સએપના ફીચરની જેમ ટાઈમ લિમિટ છે કે નહીં. જણાવીએ કે, વ્હોટ્સએપ મેસેજ ડિલિટ કરવા માટે એક સમય મર્યાદા છે, ત્યાર બાદ મેસેજ ડિલિટ કરી શકાતો નથી.
3/3
નવી દિલ્હીઃ ફેસબુક પર ટૂંકમાં જ વ્હોટ્સએપનું ચર્ચિત ‘ડિલિટ મેસેજ ફોર એવરીવન’ ફીચર આવી શકે છે. આ ફીચરની મદદતી વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલ મેસેજ ડિલિટ કરી શકાય છે. પહેલા પણ અહેવાલ આવ્યા હતા કે ફેસબુક પર આ ફીચર આવવાનું છે. હવે એવું લાગે છે કે આ ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એક યૂઝરે રેડડિટ પર આ ફીચરની તસવીર પોસ્ટ કરી છે. ફેસબુક પર આ ફીચર અનસેન્ડના નામથી આવી શકે છે.