નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા કંપની ફેસબુકે ન્યૂઝ ફીડમાં 'કીવર્ડ સ્નૂઝ'નું નવું ફિચર એડ કરી દીધું છે. આ ફિચર દ્વારા ન્યૂઝ ફીડ પર દેખાતા કોઇપણ કીવર્ડને 30 દિવસ માટે સ્નૂઝ કરી શકાય છે, જેનો અર્થ થાય છે કે આગામી મહિના સુધી કીવર્ડ સંબંધિત કોઇપણ પૉસ્ટ નહીં દેખાય.
2/5
ન્યૂઝ ફીડને એટ્રેક્ટિવ બનાવશે આ ફિચરઃ ફેસબુક ન્યૂઝ ફીડની પ્રૉડક્ટ મેનેજરે એક બ્લૉગ પૉસ્ટ દ્વારા જણાવ્યું કે, 'જો તમે 'સ્નૂઝ અ કીવર્ડ'નો ઓપ્શન સિલેક્ટ કરો છો, તો તે કીવર્ડ સંબંધિત કોઇપણ પૉસ્ટ તમે આગામી 30 દિવસો સુધી નહીં જોઇ શકો.
3/5
આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ઓટોમેટિકલી કીવર્ડ સામે આવી જશે, તેમાંથી જે કોઇ કીવર્ડને 'સ્નૂઝ' કરવા ઇચ્છો છો, તેને સિલેક્ટ કરો અને નીચે 'સ્નૂઝ ફોર 30 ડેઝ' પર ક્લિક કરી દો. કોઇપણ પૉસ્ટના એકથી વધુ કીવર્ડ પમ સિલેક્ટ કરી શકો છો, જોકે આને ગમે ત્યારે 'અનડુ' પણ કરી શકાય છે.
4/5
આવી રીતે કરી શકો છો કીવર્ડ સ્નૂઝઃ ન્યૂઝ ફીડમાં દેખાતા કોઇપણ કીવર્ડને 'સ્નૂઝ' કરવા માટે ઉપર રાઇટ સાઇડમાં દેખાતા ત્રણ ડૉટ (...) પર ટેપ કરો, ત્યારબાદ 'ટેમ્પરરી હાઇડ પૉસ્ટ બાય કીવર્ડ'નો ઓપ્શન મળશે.
5/5
ફેસબુકે એક બ્લૉગ પૉસ્ટ દ્વારા આ નવા ફિચરની માહિતી આપી છે. કંપનીએ ગયા વર્ષે ન્યૂઝ ફીડમાં 'સ્નૂઝ' ફિચર એડ કર્યું હતું, પણ હજુ સુધી આના દ્વારા માત્ર મિત્રોને જ 'સ્નૂઝ' કે 'મ્યૂટ' કરી શકાતા હતા, પણ હવે ખાસ કીવર્ડને પણ સ્નૂઝ કરી શકાય છે.