નવી દિલ્હીઃ ફેસબુક સોશિયલ મીડિયાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. વિશ્વના કરોડો લોકો ફેસબુક દ્વારા એક બીજા સાથે જોડાયેલ છે. આજ સુધી તમે એ તો સાંભળ્યું હશે કે ફેસબુક પર તમે ફ્રેન્ડ બનાવી શકો છો, ચેટ કરી શકો છો અથવા તમારા વિચારોનું એક બીજા સાથે આદાન પ્રદાન કરી શકો છો. પરંતુ શું તમે સાંભળ્યું છે કે તમે ફેસબુક દ્વારા તમારો જૂનો સામાન પણ વેચી શકો છો? હા, આ સાચું હવે તમે ફેસબુક દ્વારા સામાન પણ વેચી શકો છો.
2/4
ફેસબુકના કી પ્રોડક્ટ મેનેજર કેરી કૂએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે, વસ્તુના ખરીદ અને વેચાણ ફેસબુક ગ્રુપ્સમાં શરૂ કરવામાં આવ્યું હતું અને તે ઘણું ઝડપથી વૃદ્ધિ પામ્યું હતું. દર મહિને 45 કરોડથી વધારે લોકો સામાન ખરીદે અને વેચે છે. ફેસબુક પોતાના નવા ફીચરની મદદથી જતેને ઔપચારિક રૂપ આપી રહી છે.
3/4
ઉલ્લેખનીય છે કે, ફેસબુકે પોતાનું એક નવું ઓનલાઈન માર્કેટપ્લેસ શરૂ કર્યું છે. જેની મદદથી ફેસબુક ઉપયોગ કરનાર યૂઝર્સ એક બીજા સાથે સામાન ખરીદી અને વેચી શકશે. લોકો પોતાની જૂની વસ્તુને અહીં સારી કિંમતે વેચી શકે છે.
4/4
આ ફીચર લોન્ચ કરી ફેસબુક ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મને જોરદાર ટક્કર આપી રહ્યા છે. એટલું જ નહીં, આ ફીચર ઈબે જેવા માર્કેટપ્લેસનો વિકલ્પ પણ આપશે.