નવી દિલ્હીઃ ગૂગલના યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાનારા સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાની સોમવારે જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું કે, આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના બગને ઠીક કરવામાં આવ્યો છે જેના કારણે 5 લાખ લોકોનો ડેટા લીક થવાનું જોખમ હતું. કહેવાય છે કે, આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો છે અને તે બહારના ડેવલોપર્સને કારણે આવ્યો હતો.
2/3
ગૂગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા તેણે આ બગને ઠીક કરી દીધો છે. ગૂગલે કહ્યું કે, ગ્રાહકો માટે 'ગૂગલ+' નો સૂર્યાસ્ત થઇ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી. ગૂગલના એક પ્રવક્તાએ 'ગૂગલ+'ને બંધ કરવાનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, 'ગૂગલ+'ને બનાવવાથી લઇને તેને ચલાવવામાં ઘણા પડકારો હતાં. જેના ગ્રાહકોની આશા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આનો ઉપયોગ ઓછો થતો હતો. આ જ તેના બંધ થવાનું સાચું કારણ છે.
3/3
આ જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 2.6 ટકાનો કડાકો દેખાયો છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, 'અમને તે વાતનો કોઇ પૂરાવો નથી મળ્યો કે ડેવલપરને બગ અંગે કોઇ જાણકારી હતી કે તેમણે એપીઆઈનો દુરૂપયોગ કર્યો. કોઇ પ્રોફાઇલના ડેટાના દુરૂપયોગનાં પણ કોઇ પૂરાવા નથી.