પિચાઈના જણાવ્યા પ્રમાણે, "અમે સુરક્ષિત વર્કપ્લેસ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમે આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે જાતીય શોષણ અને દુર્વ્યવહારની દરેક ફરિયાદનો રિવ્યુ કરવામાં આવે છે. અમે દરેક મામલાની તપાસ કર્યા પછી જ કાર્યવાહી કરીએ છીએ."
2/4
સૈન ફ્રાન્સિસ્કોઃ ગૂગલે ગુરુવારે કહ્યું કે, તેણે વિતેલા બે વર્ષમાં જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલ 48 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તેમાં 13 સીનિયર લેવલના અધિકારી પણ સામેલ છે. ગૂગલે દૂર્વ્યવાહર પર કડક વલણ અપનાવતા કાર્રવાઈ કરી છે.
3/4
એનવાઈટીનો દાવો છે કે ગૂગલે જાતીય શોષણના આરોપોથી સિનિયર એક્ઝિક્યુટિવ અને એન્ડ્રોઇડ ક્રિએટર એંડી રૂબિનને બચાવ્યો. સાથે જ, એક્ઝિટ પેકેજ તરીકે 9 કરોડ ડોલર (660 કરોડ રૂપિયા) પણ આપ્યા. એનવાઈટીએ કોર્ટમાં નોંધાયેલી ફરિયાદ અને ઇન્ટરવ્યુના આધાર પર જણાવ્યું કે એંડી રૂબિન તે ત્રણ વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ છે, જેના પર ગત દાયકામાં જાતીય દુર્વ્યવહારના આરોપ લાગ્યા અને ગૂગલે તેમનો બચાવ કર્યો.
4/4
ગૂગલે આ મામલે સ્પષ્ટતા કરતાં પિચાઈ તરફથી તમામ સ્ટાફને એક ઈમેલ મોકલ્યો જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં કંપની જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા 48 કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા છે. કોઈપણ આરોપી કર્મચારીને એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું નથી. પિચાઈએ કહ્યું, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે ઘણા ફેરફાર કર્યા છે. તેમાં ખરાબ વ્યવહાર કરનારાઓ સાથે કડકાઈથી વર્તવાનું પણ સામેલ છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં રૂબિન કે કોઈ અન્ય વિશે સ્પષ્ટ રીતે લખવામાં નથી આવ્યું."