ગુગલની મોટાભાગની આવક ઓનલાઇન સૉફ્ટવેર અને ડિજીટલ એડથી થાય છે. તે આ સેક્ટરમાં એક નવો ખેલાડી છે. એપલના આઇફોન 7 અને 7 પ્લસ અંગે માર્કેટમાં મિક્સ રિવ્યુઝ છે. સેમસંગ કંપની ગેલેક્સી નોટ 7ના બેટરી પ્રોબ્લમના કારણે શાખ બચાવવાની કોશિશ કરી રહી છે. ત્યારે ગુગલને તેનો લાભ મળી શકે છે.
સૈન ફ્રાન્સિસ્કોઃ ગૂગલે મંગળવારે નવી જનરેશનના સ્માર્ટફોન Google Pixel અને Google Pixel XL લોન્ચ કર્યા. ભારતમાં તેનું બુકિંગ 13 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે તેની શરૂઆતની કિંમત 57 હજાર રૂપિયા હોઈ શકે છે. ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા ભારતમાં તેનું વેચાણ કરશે. આ વિશ્વનો પ્રથમ એવો સ્માર્ટપોન હશે જેની સાથે ઇનબિલ્ટ અસિસ્ટન્ટ હશે. ગૂગલ પ્રીમિયમ હેન્ડસેટમાં આઈફોન અને સેમસંગને સીધી ટક્કર આપી શકે છે.
8/8
32 જીબીવાળા Google Pixelની કિંમત અંદાજે 57 હજાર રૂપિયા હોઈ શકે છે. જ્યારે 128 જીબીવાળો Google Pixel અંદાજે 66 હજાર રૂપિયામાં મળશે. 32GB Pixel XL 67 હજાર રૂપિયામાં અને 128 GBનો Pixel XL 76 હજાર રૂપિયામાં મળી શકે છે. નોંધનીય છે કે ગુગલે કોઇ સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે. આ પહેલા ગુગલે HTC સાથે સ્માર્ટફોન બનાવતી હતી. કંપનીએ ભારતને લઇને અલગ માર્કેટ સ્ટ્રેટેજી બનાવી છે, લગભગ 30 શહેરોમાં 54 સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે.