કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએ તો આમાં બ્લૂટૂથ 4.0, ઇન્ટેલ ડ્યૂલ બેન્ડ વાયરલેસ-એસી 3165, એચડીએમઆઇ પોર્ટ અને 2.0 તથા 3.0 ના બે યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. લેપટૉપનું ડાયમેન્શન 30x20.3x2.5 મિલીમીટર છે.
2/5
આઇબૉલ કૉમ્પબુક મેરિટ જી9માં 0.3 મેગાપિક્સલ વેબ કેમેરા, ડ્યૂલ સ્પીકર્સ અને એફ 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યો છે. આમાં 5000 એચએએચ લી-પૉલિમર બેટરી છે જેને લઇને કંપનીએ 6 કલાક સુધી ચાલવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત લેપટૉપથી સાત કલાક સુધી ઓફલાઇન વીડિયો પ્લેબેક, 20 કલાક સુધી ઓફલાઇન ઓડિયો પ્લેબેક મળવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
3/5
આઇબૉલ મેરિટ જી9 કૉમ્પબુક વજનમાં હલકુ છે અને આ માત્ર 1.1 કિલોગ્રામ છે. લેપટૉપ વિન્ડોઝ 10 પર રન થાય છે અને આમાં 11.6 ઇંચની એચડી (1366x768 પિક્સલ) ડિસ્પ્લે છે. જે ટચપેડ તથા મલ્ટી-ટચ ફક્શનાલિટીની સાથે આવે છે. આઇબૉલ કૉમ્પબુક મેરિટ જી9માં 2.4 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ સેલિરૉન એન335 પ્રૉસેસર છે અને આમાં 2જીબી ડીડીઆર3 રેમ છે. લેપટૉપમાં 32જીબી ઇનબિલ્ટ સ્ટૉરેજ છે જેને 128 જીબી સુધી માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. આ ઉપરાંત વધુ સ્ટૉરેજ માટે 1ટીબી સુધી એક્સટર્નલ એચડીડી/એસએસડી સપોરટ્ પણ મળશે.
4/5
લેપટૉપમાંથી 6 કલાક સુધીની બેટરી લાઇફ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આઇબૉલ કૉમ્પબુક મેરિટ જી9 ફેબ્રુઆરીમાં લૉન્ચ થયેલા કૉમ્પબુક પ્રીમિયો વી2.0થી સસ્તું છે અને આ દેશભરમાં 13,999 રૂપિયામાં ખરીદી માટે અવેલેબલ થશે.
5/5
નવી દિલ્હીઃ ઘરેલુ ટેક કંપની આઇબૉલે દેશમાં પોતાનું નવું મેરિટ જી9 કૉમ્પબુક લેપટૉપ લૉન્ચ કરી દીધું છે. નવા લેપટૉપમાં ઇન્ટેલ સેલિરૉન એન3350 પ્રૉસેસર છે અને વિન્ડોઝ 10 પર રન થાય છે. આ લેપટૉપની કિંમત માત્ર 13,999 રૂપિયા રાખવામાં આવી છે.