નવી દિલ્હીઃ મોબાઈલ ફોનમાં પેનિક બટનને ફરજિયાત કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, 1 જુલાઈ 2017થી વેચાનારા દરેક મોબાઈલમાં ક્ષેત્રીય ભાષા માટે સપોર્ટ હોવું જરૂરી રહેશે.
2/3
સરકારે આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટના બ્યૂરોના ક્લોઝ 10 (1)ને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ગુડ્સ (રજિસ્ટ્રેશન માટે ફરજિયાત) ઓર્ડર, 2012ના આઈએસ 16333 (પાર્ટ-3) અંતર્ગત મોબાઈલ ફોન માટે ભારતીય ભાષાઓને સપોર્ટ કરતા હોવા જોઈએ.
3/3
નવા નિયમ અનુસાર, દેશમાં હવે કોઈપણ મોબાઈલ કંપનીએ પોતાના ડિવાઈસમાં ટેક્સ્ટ વાંચવા માટે ભારતીય ભાષાઓને સપોર્ટ આપવું પડશે. નવા માપદંડો પ્રમાણે હવે મોબાઈલ પોન કંપનીઓને પોતાના ડિવાઈસમાં મેસેજ ટાઈપ કરવા માટે અંગ્રેજી, હિન્દી અને યૂઝરની પસંદની એક ક્ષેત્રીય ભાષા માટે સપોર્ટ આપવું પડશે. નોટિફિકેશન અનુસાર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગુડ્સ (રજિસ્ટ્રેશન માટે ફરજિયાત) ઓર્ડર, 2012 અંતર્ગત નવો નિયમ 1 જુલાઈ 2017થી પ્રભાવી થશે.