Jio Phone 2માં વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબની સુવિધા મળશે. Jio Phone યૂઝર્સને પણ આ બધી સુવિધા જલદી તેમના ફોન પર મળી શકશે. કેમેરાની વાત કરી 2MP બેક કેમેરા અને ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યો છે. 4G, વાઈ-ફાઈ, બ્લુટ્યૂથ, એનએફસી અને એફએમ રેડિયો જેવા કનેક્ટિવીટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
2/4
જિઓ ફોન 2માં હોરિઝોન્ટલ ડિસ્પ્લે ફીચર્સ આપવામાં આવ્યા છે. જિયો ફોનમાં અત્યાર સુધી માત્ર વર્ટિકલ વ્યૂ સપોર્ટ મળતો હતો. Jio Phone 2માં 512 એમબી રેમ અને 4જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. જિયો ફોનમાં પણ આટલી જ રેમ અને સ્ટોરેજ આપવામાં આવી હતી. બંને ફોન્સની સ્ટોરેજ માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.
3/4
Jio Phone 2 જોવામાં બ્લેકબેરીના ફોન્સ જેવો લાગી રહ્યા છે. ગત જિયો ફોન કરતા વધારે સારો લૂક ધરાવતા Jio Phone 2ને 2,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.
4/4
નવી દિલ્હીઃ જિઓ ફોનનું ફ્લેશ સેલ 16 ઓગસ્ટથી શરૂ થશે જિઓ ફોન 2નો સ્ટોક મર્યાદિત છે, આ જ કારણ છે કે ફોન ફ્લેશ સેલ દ્વારા વેચવામાં આવશે. જિઓ ફોનનું અપગ્રેડ વર્ઝન છે જિઓ ફોન 2. જિઓ ફોન 2નું ફ્લેશ સેલ Jio.com પર 16 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાકથી થશે.