તમારા જિઓફોનમાં વોટ્સએપ ડાઉનલોડ કરવા માટે મેન્યૂથી જિઓસ્ટોરમાં જવાનું રહેશે ત્યાં લિસ્ટમાં વોટ્સએપ શોધો. ત્યાર બાદ ઇન્સ્ટોલેશન શરૂ કરવા માટે Install વિકલ્પની પસંદગી કરો. ધ્યાન રહે કે વોટ્સએપ ઓપરેટ કરવા માટે તમારા જિઓફોનમાં લેટેસ્ટ સોફ્ટવેર હોવું જરૂરી છે. ઉપરાંત વોટ્સએપ ચલાવવા માટે તમારો ફોન નંબર પણ વેરિફાઈ કરાવવો જરૂરી છે. જે યૂઝર્સને વોટ્સએપ ઇન્સ્ટોલ કરવા માટે જરૂરી અપડેટ નથી મળ્યું, તેમને થોડા સમયમાં મળી જશે.
2/4
એન્ડ્રોઈડ અને આઈફોનના પોતાના વર્ઝનની જેમ જ જિઓફોન માટે ડિઝાઈન કરવામાં આવોલ વોટ્સએપમાં પણ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્શન આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એપ દ્વારા યૂઝર્સ વોયસ મેસેજને રેકોર્ડ અને સેન્ડ પણ કરી શકશે. યૂઝર્સ ગ્રુપ ચેટમાં પણ ભાગ લઈ શકાશે. જોકે તેમાં ડાયરેક્ટ વીડિયો અને વોયસ કોલ કરવાનું ફીચર નહીં મળે. સાથે જ વોટ્સએપમાં બીટા ફોર્મમાં એન્ડ્રોઈડ અને આઈફન માટે હાલમાં જ આવેલ પેમેન્ટ ફીચરનો ઉપયોગ ગ્રાહકો આ ફોનમાં નહીં કરી શકે.
3/4
યૂઝર્સ JioStore દ્વારા પોત પોતાના જિઓફોન અને જિઓફોન 2 પર વોટ્સએપ ખાસ ડિઝાઈન કરેલ વર્ઝનને ડાઉનલોડ કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવીએ કે, જુલાઈમાં 41મી સામાન્ય સભામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે યૂટ્યૂબ વર્ઝનની સાથે વોટ્સએપ જારી કરવાની જાણકારી આપી હતી.
4/4
નવી દિલ્હીઃ ઘણાં દિવસની રાહ જોયા બાદ JioPhone માટે વોટ્સએપ સત્તાવાર રીતે જારી કરવામાં આવ્યું છે. શરૂઆતમાં તેને KaiOS બેસ્ડ JioPhone માટે 15 ઓગસ્ટ સુધી જારી કરવાનું હતું, પરંતુ હવે તેને જિઓસ્ટોર દ્વારા જારી કરવામાં આવ્યું છે. સોમવારે મોડી સાંજે વોટ્સએપ તરફથી એપ રિલીઝ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જાણકારી આપવામાં આવી છે કે 20 સપ્ટેમ્બર સુધી એપને તમામ જિઓફોન યૂઝર્સ સુધી પહોંચાડવામાં આવશે.