નવી દિલ્હીઃ લિનોવો ઓન્ડ કંપની મોટોરોલાએ પોતાનો નવો મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન મોટો z અને મટો z પ્લે ભારતમાં લોન્ચ કર્યો છે. મોટો zની કિંમત 39,999 રૂપિયા અને મોટો z પ્લેની કિંમત ભારતમાં 24,999 રૂપિયા હશે. આ સ્માર્ટપોન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 17 ઓક્ટોબરથી વેચાણ માટે ઉપલબ્ધ હશે.
2/4
Moto Z 5.2mm જાડાઈસાથે વિશ્વનો સૌથી પાતળો સ્માર્ટફોન છે. Moto Zના ફીચરની વાત કરીએ તો 5.5 ઇંચની ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યૂશન 2560 X 1440 પિક્સલ છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં 2.2GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 820 ક્વાર્ડ કોર છે. ગ્રાફિક સપોર્ટ માટે એડ્રિનો 530 જીપીયુ આપવામાં આવ્યું છે. આ ફોન 4GB રેમની સાથે સજ્જ છે. ઇન્ટરનલ સ્ટોરેજની દૃષ્ટિએ આ ફોન 32 જીબી અને 64 જીબી એમ બે વિકલ્પની સાથે આવે છે. જેને એસડી કાર્ડની મદદથી 2 ટીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 2,600mAhની બેટરી ક્ષમતા છે.
3/4
કંપનીનો દાવે છે કે, આ ફોન 30 કલાકનો ટોકટાઈમ બેકઅપ આપે છે. ફોન માત્ર 15 મિનિટમાં એટલો ચાર્જ થઈ જશે જે 8 કલાક સુધીનો બેકઅપ આપશે. Moto Z માં OISની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આવામાં આવ્યો છે. જેમાં f/1.8 અપર્ચર હશે. સાથે જ આ ફોન 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે. આ ફોનમાં ફિન્ગરપ્રિન્ટ સ્કેનર, 4G LTE, બ્લૂટૂથ NFC જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનમાં 3.5mmનો ઓડિયો જેક હટાવીને Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.
4/4
Moto Z પ્લેમાં 5.5 ઇંચની ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યૂશન 1080 X 1920 પિક્સલ છે. આ નવા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 625 ઓક્ટાકોર એડ્રીનો 506 GPU પ્રોસેસરની સાથે જ 3 જીબી રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ સ્ટોરેજ 32 જીબી છે. Moto Z પ્લેમાં રિયર કેમેરો 16 મેગાપિક્સલ હશે જ્યારે ફ્રન્ટ ફેસિંગ કેમેરા 5 મેગાપિક્સલનો હશે. આ સ્માર્ટફોન 3500mAhની બેટરીથી સજ્જ હશે. ઉપરાંત આ ફોનમાં 6.0 માર્શમૈલો ઓએસ હશે.