તમે જેવા પ્લે સ્ટોરમાં Modi Keynote, સર્ચ કરશો તો મોટી સંખ્યામાં એક જ નામની ઘણ એપ સામે આવશે. સોશિય મીડિયા પર એ વાત વાઇરલ થઇ ગઇ છે કે, 500 અને 2000 રૂપિયાની નોટ અસલી છે કે નકલી, એ Modi Keynote એપ દ્વારા જાણી શકાય છે. આ એપનો ઉપયોગ કરતી વખતે કેમરો ઓપન હોય છે. જેની સામે 500 અને 2000 ની નવી નોટ રાખવાથી પ્રધાનમંત્રી મોદીનો વીડિયો શરૂ થઇ જાય છે. જો નોટ પર વીડિયો ચાલી જાય તો નોટ અસલી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ પ્રકારની કોઇ પણ એપ નોટની ખરાઇ કરી શક્તી નથી. એટલા માટે આ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહી.
2/4
3/4
ગૂગલ પર આણાની જ એક એપ છે Modi Keynote, જેને Artophelia એ તૈયાર કર્યું છે. આ એપ પર જશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે, 'આ એપનો ઉપયોગ મોદીની સ્પિચ જોવા માટે કરે,આ ફક્ત ફન એપ છે. જેનો ઉપયોગ અસલી કે નકલી નોટની ઓળખ કરવા માટે નથી.
4/4
નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થયા બાદ લોકો એટીએમ અને બેંકો બહાર લાઇનો લગાવી રહ્યા છે. લોકો જૂની નોટની જગ્યાએ નવી 2000 અને 500 ની નોટ બદલવી રહ્યા છે. નોટબંધીના નિર્ણય બાદ નોટને લઇને વિવિધ પ્રકારની અફવાહ ફેલાઇ રહી છે. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, 2000 રૂપિયાની નોટમાં નૈનોચિપ લગાવવામાં આવી છે. ત્યાર બાદ દાવો કરવામાં આવ્યો કે, નવી નોટ અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે એપ બહાર પાડવામાં આવી છે. આ એપ છે Modi Keynote, જેને Barra Skull Studios એ તૈયાર કરી છે. આ એપને ગુગલ પ્લે સ્ટોરમાંથી હટાવી લેવામાં આવી છે. જો કે આ એપ આવ્યા બાદ હવે પ્લે સ્ટોરમાં આ જ નામના ઘણી એપ આવી ગઇ છે.