શોધખોળ કરો
માત્ર 501 રૂપિયામાં ખરીદો 4જી સ્માર્ટફોન, 18 નવેમ્બરથી શરૂ થશે વેચાણ, જાણો શું ફીચર્સ
1/6

પ્રથમ તબક્કામાં 51 રૂપિયાનો ખર્ચ ચેમ્પ1 ક્લીન માસ્ટર એપ ડાઉનલોડ કરવા માટે લેવામાં આવશે, 501 રૂપિયા તેમાં જોડવામાં નહીં આવે. જો ગ્રાહક 12 તારીખે ફ્લેશ સેલમાં ફોન ખરીદવામાં સફળ રહે તો તેને 501 રૂપિયાનો આ ફોન માત્ર કેશ ઓન ડિલિવરી પર જ આપવામાં આવશે.
2/6

રિંગિંગ બેલ્સના ફ્રીડમ 251 બાદ હવે એક નવો સ્માર્ટફોન આવ્યો છે, જે ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા માત્ર 501 રૂપિયામાં મળશે. આ 4જી સ્માર્ટફોનનું વેચામ 18 નવેમ્બરથી શરૂ થશે. ભારતમાં જ બનનારો ચેમ્પવન સી1 નામથી આ સ્માર્ટફોનની ખરેખર કિંમત તો 7999 રૂપિયા બતાવવામાં આવી છે પરંતુ તેને એક ફ્લેશ સેલમાં માત્ર 501 રૂપિયામાં વેચવામાં આવશે. આ સેલ 18 નવેમ્બર, શુક્રવારે સવારે 11 કલાકે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ ચેમ્પ1ઇન્ડિયા કંપનીએ આવા જ ફ્લેશ સેલની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેને ટાળવામાં આવી હતી.
Published at : 05 Nov 2016 02:27 PM (IST)
View More





















