જ્યાં સુધી મોબાઈલ બ્રોડબેન્ડ વહન કરવાની ક્ષમતાનો સવાલે છે, ભારત પર કેપિટા જીડીપીના 12.39 ટકાની સાથે હાલમાં 101માં સ્થાન પર છે. અને આવનારા સમયમાં સુધારા તથા ટેક્નોલોજી ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધાની સાતે તેમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
2/6
વૈશ્વિક ઇનટ્રનેટ અહેવાલ અનુસાર, ઇન્ટરનેટ પહોંચના મામલે ભારત વિશ્વમાં 139માં સ્થાન પર છે, જ્યારે ભાષાકીય વિવિધતાના મામલે આપણો દેશ આગળની હરોળના દેશોની યાદીમાં સામેલ છે. ઇન્ટરનેટ પહોંચની દૃષ્ટિએ આઈસલેન્ડ પ્રથમ સ્થાન પર, સંયુક્ત અરબ અમીરાત 12માં, સંયુક્ત રાજ્ય અમેરિકા 18માં અને જર્મની 19માં સ્થાન પર છે જ્યારે આદેશમાં ભાષાકીય વિવિધાત અપેક્ષિત ખૂબ જ ઓછી છે.
3/6
માટે સરકારના ડિજિટલ ઇન્ડિયા મિસન અને મેક ઇન ઇન્ડિયા મિશનને આગળ વધારતા ડેટા એક્સજેન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે 'ડેટામેલ'ના નામથી પ્રથમ ફ્રી ભારતીય ઇમેલ સેવાની શરૂઆત કરી છે.
4/6
ડેટા એક્સજેન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અજયે જણાવ્યં કે, આઈએએમએઆઈના અહેવાલ અનુસાર વર્લ્ડ વાઈડ વેબ પર ભારતીય ભાષાઓમાં એકાઉન્ટ માત્ર 0.1 ટકા છે. બીજી બાજુ 89 ટકા જનસંખ્યા એવી છે જે બિન અંગ્રેજી ભાષી છે અને જેને ઇન્ટરનેટ પર ઈમેલ દ્વારા અંગ્રેજીમાં સંવાદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
5/6
આવનારા સમયમાં ડેટા એક્સજેન ટેક્નોલોજી તરફથી 22 ભાષાઓમાં ફ્રી ઇમેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને ડેટામેલ અંતર્ગત સંબંધિત પ્લેટ સ્ટોરના માધ્યમથી કોઈપણ એન્ડ્રોઈડ અથવા આઈઓએસ પરથી ડાઉનલોડ કરી શકાશે.
6/6
મુખ્ય આઈટી કંપની ઇન્ફોસિસ ગ્રુપની કંપની ડેટા એક્સજેન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડે 'ડેટામેલ' નામથી વિશ્વની પ્રથમ ભાષાકીય ઈમેલ આઈડીની શરૂઆત કરી છે. આ સેવામાં 8 ભારતીય ભાષા ઉપરાંત અંગ્રેજી અને 3 વિદેશી ભાષાઓ - અરબી, રશિયન અને ચાઈનીઝમાં ઈમેલ આઈડી બનાવવાની સુવિધા હશે.