ચોથા ત્રિમાસિકમાં એપલે 4.55 કરોડ આઇફોન વેચ્યા. એક વર્ષ પહેલાં સમાન ત્રિમાસિકમાં વેચેલા 4.8 કરોડ આઇફોનની તુલનાએ 5.21 ટકા ઓછા છે. ચીનમાં આઇફોનના વેચાણમાં ઘટાડો છે. એપલે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 76-78 અબજ ડોલરની આવકની અપેક્ષા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, 2015 ત્રિમાસિકમાં વેચાણ 74.8 અબજ ડોલર રહ્યું હતું.
2/6
વેચાણ ઘટવાની અસરે એપલના નફા પર પડી હતી. નફો 14 ટકા ઘટીને 45.7 અબજ ડોલર રહ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બરમાં નફો 18.92 ટકા અને આવક 8.93 ટકા ઘટ્યાં છે. કંપનીની આવક 51.1 અબજ ડોલરથી ઘટીને 46.9 અબજ ડોલર, નફો 11.1 અબજ ડોલરથી ઘટીને 9 અબજ ડોલર થયો હતો.
3/6
એપલની આવક અને નફામાં 2001 પછી પહેલી વાર ઘટાડો થયો છે. સપ્ટેમ્બર, 2016એ પૂરા થતા નાણાકીય વર્ષમાં એપલની આવક 215.6 અબજ ડોલર રહી હતી. ગત વર્ષેની સરખામણીએ 8 ટકા ઓછી છે. ગત વર્ષે એપલે 233.7 અબજ ડોલરનું રેકોર્ડ વેચાણ કર્યું હતું.
4/6
ઉપરાંત ચીનમાં કંપનીના વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં વેચાણ 30 ટકા ઘટ્યું છે. અહીં એપલને શાઓમી હરીફાઈ મળી રહી છે. મોંધા ફોનનું બજાર હવે ઊંચાઈએ પહોંચી ગયું છે. ગ્રાહક હવે ફોન બદલી રહ્યા છે. વેચાણ ઘટવાનું એક કારણ એ પણ છે કે, લોકો આઇફોન 7થી તેઓ થોડા નિરાશ છે, જે મોટા અપગ્રેડની આશા કરી રહ્યા હતા.
5/6
ભારત ચીન જેટલું મોટું બજાર બની શકે એ સવાલના જવાબમાં કુકે યુવાઓની સંખ્યા, 4Gનું વધતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મધ્યમ વર્ગમાં સ્માર્ટફોનની વધતી માગનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અડધી વસતિની ઉંમર 25 વર્ષથી ઓછી છે. માત્ર પ્રતિ વ્યક્તિની આવક નહીં, આપણે એ પણ જોવાનું છે કે આગલા એક દાયકામાં કેટલા લોકો મધ્ય વર્ગમાં જોડાશે. એટલા માટે ભારતમાં ગ્રોથની વધુ સંભાવનાઓ છે. ભારત એપલ માટે એવા બજારોમાં સામેલ છે જ્યાં આઇફોનના વેચાણમાં મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે. કુકે કહ્યું કે એક વર્ષમાં ભારત એપલની પ્રાથમિકતાઓમાંથી એક રહ્યું છે. કંપની દેશમાં એપલ સ્ટોર્સ શરૂ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
6/6
ન્યુયોર્કઃ ટેલીકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિયોના આગમન બાદ સ્માર્ટપોન બનાવતી કંપનીઓને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે વિશ્વની મુખ્ય ટેક્નોલોજી કંપની એપલના સીઈઓ ટિમ કુકને ભારત સ્માર્ટપોન માટે સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું બજાર નજર આવી રહ્યું છે. કુકે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં iPhoneના વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમણે કહ્યું, વિભિન્ન ટેલિકોમ કંપનીઓ દ્વારા 4Gસેવાઓ શરૂ કરવાને કારણે આઇફોનના વેચાણમાં ભારે વધારો થવાની અપેક્ષા છે.