કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ગીગા ફાઇબરની પ્રિવ્યૂ ઓફર અંતર્ગત યૂઝર્સને 100 Mbpsની ઇન્ટરનેટ સ્પીડ મળશે. આમાં દર મહિને યૂઝર્સને 100જીબી ડેટા આપવામાં આવશે.
2/6
ખાસ વાત એ છે કે, 100જીબી ડેટા પુરો થયા પછી યૂઝર્સને એડિશનલ ડેટા પણ આપવામાં આવશે. આ એડિશનલ ડેટા પણ ફ્રીમાં અવેલેબલ થશે. જિઓની ગીગા ફાઇબર સર્વિસની પ્રિવ્યૂ ઓફર ફ્રી નહી હોય. આ માટે યૂઝર્સને 4,500 રૂપિયા ચૂકવવા પડશે. જોકે આ ફિ પુરેપુરી રિફંડેબલ હશે.
3/6
કંપનીએ પોતાની વેબાસઇટ પર આ પ્રિવ્યૂ ઓફરની માહિતી આપી છે. એવું પણ મનાઇ રહ્યું છે કે કંપની કસ્મર્સની સંખ્યા વધારવા માટે આ ઓફરને ત્રણ મહિના વધારે લંબાવી દે.
4/6
જિઓ ગીગા ફાઇબરની પ્રિવ્યૂ ઓફર ત્રણ મહિના માટે હશે. આની ફિ રિફન્ડેબલ છે, તો નક્કી છે કે સર્વિસ ફ્રીમાં યૂઝર્સને મળશે. કેમકે જો કોઇ યૂઝર ત્રણ મહિના બાદ આ સર્વિસને બંધ કરાવવા ઇચ્છે છે તો તેને 4500 રૂપિયાની સિક્યૂરિટી અમાઉન્ટ પાછી આપી દેવામાં આવશે. જોકે, આના માટે કંપનીની કન્ડિશન છે કે સેટટૉપ બૉક્સ એકદમ સુરક્ષિત અને સારી કન્ડિશનમાં હોવું જોઇએ.
5/6
6/6
નવી દિલ્હીઃ 15મી ઓગસ્ટથી રિલાયન્સ જિઓની બ્રૉડબેન્ડ સર્વિસ Jio GigaFiber રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યુ છે. દિવાળીની આસપાસ આ સર્વિસને લૉન્ચ કરવામાં આવી શકે છે. લૉન્ચ પહેલા ગીગા ફાઇબર વિશે એક સમાચાર મળી રહ્યાં છે જિઓ ગીગા ફાઇબર સર્વિસને કંપની ત્રણ મહિનાની 'પ્રિવ્યૂ ઓફર'ની સાથે કરી શકે છે.