શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
હવે આવશે 5G ફોન, આ કંપની 6 મહિનામાં જ કરશે લોન્ચ, જાણો કેવા હશે ફીચર્સ

1/5

વિશ્વના અનેક દેશોની તુલનામાં દક્ષિણ કોરિયા 5જી નેટવર્ક્સ વિકસિત કરવાના મામલે એક કદમ આગળ ચાલી રહ્યું છે. ગત સપ્તાહે દક્ષિણ કોરિયાએ 5જી નેટવર્ક લોન્ચ કરવા માટે ત્રણ મેજર ઓપરેટર્સ સાથે વાટાઘાટો કરી હતી. જેમાંથી એસકે ટેલીકોમે અનેક શહેરોમાં 5જી નેટવર્ક ગોઠવી રહી છે. (તસવીરો પ્રતિકાત્મક છે)
2/5

આ ફોનમાં 10થી લઈ 15 જીબીની રેમ અને 1TB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 5જી ફોનમાં 6.7 ઈંચની મોટી સ્ક્રીન આપવામાં આવી શકે છે. ફોનને બધાથી અગલ પાડવા માટે તેમાં 6 કેમેરાનું સેટઅપ આપવામાં આવી શકે છે. ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર તથા અન્ય લેટેસ્ટ ફીચર્સ પણ ફોનમાં હશે.
3/5

બ્રાયનના કહેવા મુજબ, ફોન સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તેની સ્પીડ વર્તમાન ઈન્ટરનેટ સ્પીડથી ઘણી વધારે હશે. આ દરમિયાન સેમસંગના અધિકારીએ કહ્યું કે ક્વાલકૉમ અને વેરિઝોન જેવા ઇનોવેટિવ ભાગીદારો સાથે કામ કરવા પર અમને ગર્વ છે. અમે એવો ફોન લાવીશું કે જે લોકોના જીવન અને કામ કરવાનો અંદાજ બદલી નાખશે.
4/5

વેરિઝોન અને સેમસંગનો આ પ્રથમ કમર્શિયલ 5જી સ્માર્ટફોન હશે. આ સપ્તાહે એક સમિટમાં બંને કંપનીઓ 5જી સ્માર્ટફોનનો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ રજૂ કરશે. વેરિઝોનના વાયરલેસ ડિવાઇસ એન્ડ પ્રૉડક્ટ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન હિગ્ગિન્સે કહ્યું છે કે 5જી મોબાઇલ ક્નેક્ટિવિટી માટે એક નવો યુગ શરૂ થશે. જે લોકોની વિચારધારાથી અલગ સારો અનુભવ આપશે.
5/5

નવી દિલ્હીઃ 4G ફોનનો યુગ ઝડપથી આથમી જવાનો છે. સેમસંગ અને વેરિઝૉન મળીને 5G સ્માર્ટફોન લાવી રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે 2019ની મધ્યમાં આ બંને કંપનીઓ સાથે મળીને અમેરિકામાં 5G સ્માર્ટફોનની જાહેરાત કરશે. બંને કંપનીઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરીને આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
Published at : 04 Dec 2018 05:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement


gujarati.abplive.com
Opinion