શોધખોળ કરો
શું છે JioGigaFiber? કેવી રીતે થશે TVથી વીડિયો કોલિંગ? જાણો વિગતે
1/6

કંપનીએ કહ્યું કે, હવે MBPSના દિવસો ગયા હવે અમારી પાસે GBPS છે. બીજું ફિચર્સ સેટ ટોપ બોક્સ છે. અમે કોલિંગ ફિચર્સ પણ આપ્યું છે. હવે જિયો ટીવી યુઝર્સ બીજા જિયો ટીવી યુઝર્સને વીડિયો કોલિંગ પણ કરી શકશે. આ ઉપરાંત તેમાં હેલ્થ કંસ્લ્ટેસીમાં મદદ મળશે. જિયો એન્જિનિયર્સ આ સર્વિસને તમારા ઘરે માત્ર એક કલાકમાં સેટઅપ કરી શકે છે.
2/6

જિયો ગીગા ફાઇબરની સુવિધા ધરાવતા આ સેટ ટોપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે અનેક ભાષાઓમાં કામ કરશે. જિયો ગિગા સેટ ટોપ બોક્સમાં એક જ જગ્યાએ બધી જ ચેનલોની સુવિધા હશે. લોન્ચ કરતા સમયે ઇશા અને આકાશ અંબાણીએ કહ્યું કે, તમારા માટે જિયો ગીગા સેટ ટોપ બોક્સ પણ લાવી રહ્યું છે. 4K રિસ્યોલ્યૂશનમાં તમને થિયેટરનો અનુભવ કરાવશે. આ સેટ ટોપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે મોટા ભાગની ભાષાઓમાં કામ કરશે.
Published at : 06 Jul 2018 08:04 AM (IST)
View More



















